કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે કઈ બેંક કરશે ઝડપી મદદ !!
📢ખેડૂતોને શાહુકારોના ભારે વ્યાજની જાળમાંથી છોડાવવા માટે અને ખેતી માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ૩ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા વિવિધ બેંકોમાંથી ખેડૂતોને લોનની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત ખેડૂતો અનેક પ્રકારની લોન લઈ શકે છે. જેનાથી ખેડૂતોને આર્થિક રીતે કોઈ પર નિર્ભર રહેવુ પડતુ નથી.
👉કિસાન ક્રેડિટ કાર્ડ – સુવિધાઓ અને લાભો :-
વ્યાજનો દર ૨% p.a. જેટલો ઓછો છે.
આ યોજના ૧.૬૦ લાખ રૂપિયા સુધીની મફ્ત લોન ઓફર કરે છે.
ખેડૂતોને પાક વીમા યોજના પણ આપવામાં આવે છે.
કાયમી અપંગતા અને મૃત્યુ સામે ૫૦,૦૦૦ રૂપિયા સુધીની વીમાની રકમ આવરી લે છે.
👉કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ દર માટેની મુખ્ય બેન્કો :-
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નાબાર્ડ દ્વારા નેશનલ બેંક તૈયાર કરવામાં આવી છે, જે ભારતની મુખ્ય બેંકો દ્વારા અનુસરવામાં આવે છે. આ મુખ્ય બેંકોની યાદી નીચે પ્રમાણે છે.
૧) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા :-
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ સૌથી મહત્વની બેંક છે, આ યોજના માટે બેંકો ૨ ટકા સુધીનું વ્યાજ ખેડૂતો પાસેથી વસૂલતી હોય છે. પાકની ખેતી અને પાકની પદ્ધતિના આધારે મહત્તમ ૩ લાખની લોન ૫ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે. ઉપરાંત તમે વ્યકિતગત અકસ્માત વીમા યોજના, સંપત્તિ વીમો અને પાક વીમાનું કવરેજ મેળવી શકો છો.
૨) એચડીએફસી બેંક :-
HDFC બેંક ૯ ટકાના વ્યાજ દરે ઓફર કરે છે, તમને જણાવી દઈએ કે બેંક ઓફર કરવામાં આવતી મહત્તમ ક્રેડિટ કાર્ડ યોજના માટે ૩ લાખની લોન સાથે રૂપિયા૨૫,૦૦૦ ની મર્યાદા સાથે ચેકબુક પણ ઓફર કરે છે. જો ખેડૂતો પાકની નિષ્ફળતાથી પીડાય તો ખેડૂતોને ૪ વર્ષ કે તેનાથી વધુ સમયનું વિસ્તરણ પણ મળી શકે છે.
૩) એક્સિસ બેંક :-
આ બેંક ખેડૂતોને ૮.૫૫% ના વ્યાજ દરે લોન ઓફર કરે છે, જેના દ્વારા ખેડૂતો તેમની કૃષિ જરૂરિયાતો પૂરી કરી શકશે. જેમાં ૨.૫૦ લાખ રૂપિયાની લોન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે લોનની મહત્તમ મુદ્દત ૫ વર્ષની છે ઉપરાંત તમે રૂપિયા ૫૦,૦૦૦ સુધીનું વીમા કવરેજ મેળવી શકો છો.
૪) બેંક ઓફ ઈન્ડિયા :-
આ બેંક યોજના હેઠળ અંદાજિત૨૫% સુધીની લોન ઓફર કરે છે. તમને જણાવી દઈએ કે અહીં લોનની મુદ્દત મહત્તમ ૫ વર્ષની છે અને તેમાં કોઈપણ વીમા કવરેજ મળી શકશે નહીં.
૫) આઈસીઆઈસી બેંક :-
ICICI બેંક તમને રોજિંદા જીવનની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે તમને મુક્ત અને અનુકૂળ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની સુવિધા આપે છે, ભારતીય રિઝર્વ બેંક RBI ની માર્ગદર્શિકા અનુસાર KCC વ્યાજ દર ઓફર કરે છે. આ યોજના માટે લોનની મુદ્દત પણ ૫ વર્ષની છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.