AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2.5 કરોડ ખેડુતો માટે 2 લાખ કરોડની ક્રેડિટ વધારવાની સરકારે કરી જાહેરાત !
કૃષિ વાર્તાAgrostar
કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 2.5 કરોડ ખેડુતો માટે 2 લાખ કરોડની ક્રેડિટ વધારવાની સરકારે કરી જાહેરાત !
નાણામંત્રી નિર્મલા સીતારામણે 14 મે 2020 ના રોજ કેન્દ્ર દ્વારા જારી કરાયેલ કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) દ્વારા 2.5 કરોડ ખેડૂતો માટે 2 લાખ કરોડની રાહત લોન ની વધારાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કિસાન ક્રેડિટ કાર્ડ્સ દ્વારા પીએમ-કિસાન લાભાર્થીઓ માટે એક વિશેષ યોજના શરૂ કરવામાં આવશે._x000D_ આ વિશેષ યોજનામાં માછીમારો અને પશુધન ખેડુતોનો પણ સમાવેશ કરવામાં આવશે._x000D_ દેશભરના આશરે 2.5 કરોડ ખેડુતોને આવરી લેવામાં આવશે અને આશરે બે લાખ કરોડ રૂપિયાના લોન નો લાભ મળશે. નાના અને સીમાંત ખેડુતોને આશરે 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે. એ ધ્યાન આપવું જોઇએ કે કિસાન ક્રેડિટ કાર્ડ એ એક સરકારી યોજના છે જેનો હેતુ ખેડુતોને વ્યાજખોરો દ્વારા વસુલાત વ્યાજ દરથી સુરક્ષિત કરવામાં આવે છે._x000D_ પીએમ મોદીએ જાહેર કરેલા રૂ. 20 લાખ કરોડના આર્થિક ઉત્તેજના પેકેજના બીજા તબક્કાની વિગતો શેર કરતા નાણાં પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે, નાણા મંત્રી એ કહ્યું કે, પાક લોનની ચુકવાની તારીખ 31 મે સુધી લંબાવાઈ છે. ._x000D_ નાણામંત્રી સીતારમણે કહ્યું કે 4.22 લાખ કરોડની કૃષિ લોનવાળા ત્રણ કરોડ ખેડુતો ત્રણ મહિનાની લોન મોરટોરિયમનો લાભ લીધો છે.. નાણામંત્રીએ આજે કરેલી ઘોષણાઓમાં નાના ખેડુતો,પ્રવાસી કામદારો, શેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓ પર કેન્દ્રિત છે._x000D_ _x000D_ સંદર્ભ : કૃષિ જાગરણ, 15 મે 2020 _x000D_ sઆપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો._x000D_
778
0
અન્ય લેખો