AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતો માટે ખાસ ક્રેડિટ યોજના !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતો માટે ખાસ ક્રેડિટ યોજના !
ખેડૂત ભાઈઓ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવીને 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. ખેડૂત મિત્રો નજીકની બેંક શાખામાં જઈને પોતાનું કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી શકે છે અને પોતાની આવક પ્રમાણે ઓછા વ્યાજ દરે લોનની રકમ એકત્ર કરી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શુ છે ? 👩🏼‍🌾 સરકારે ખેડૂતો માટે 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના શરૂ કરી છે. તમામ ખેડૂતો ક્રેડિટ કાર્ડ બનાવીને લોનની રકમ મેળવી શકે છે અને તમારા માટે આવશ્યક ઓજારો ખરીદી શકે છે જે ખેતરોમાં કામમાં આવે. જો તમે ગુજરાત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી ફોર્મ ભરીને લોન લીધી છે અને જો તમે ફરીથી આ સ્કીમમાં ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી રહ્યા છો તો તમે ફરીથી ક્રેડિટ કાર્ડનો લાભ નહીં લઇ શકો. ફાયદાઓ : ✔ કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. ( જો તમારો ક્રેડિટ સ્કોર સારો હશે તો જ મળશે નહિતર તમારી એપ્લિકેશન રદ થઇ જશે ) ✔ યોજના હેઠળ 1 લાખ 60 હજાર સુધીની લોન મળવા પત્ર થશે. ✔ ખેડૂતો કોઈપણ બેંકમાં જઈને ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. ✔ ખેડૂત 3 વર્ષ સુધીની લોન લઈ શકે છે. અરજી પ્રકિયા : ✔ સૌ પ્રથમ https://pmkisan.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે. ✔ જમણી બાજુ ફાર્મર કોર્નર પર ડાઉનલોડ KCC ફોર્મ થી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી માહિતી ભરી બેંકમાં આપો. ✔ તમે બેંકમાં જઈને પણ KCC ફોર્મ ભરી અરજી કરી શકો છો. જરૂરી ડોક્યુમેન્ટ : ✔ આધાર કાર્ડ ✔ પાન કાર્ડ ✔ બેંક પાસબુક અને આધાર કાર્ડ લિંક હોવા જોઈએ ✔ મોબાઇલ નંબર ✔ 7-12 અને 8અ ની નકલ ✔ રહેઠાણ ના પુરાવો ( લાઈટ બિલ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ ) 📢 વધુ માહિતી માટે તમે બેંક શાખાનો સંપર્ક કરી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
2
અન્ય લેખો