AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કિસાન કલ્‍પવૃક્ષ યોજના
યોજના અને સબસીડીનિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર. ગુજરાત સરકાર
કિસાન કલ્‍પવૃક્ષ યોજના
કિસાન કલ્‍પવૃક્ષ યોજના અંતર્ગત નીચે જણાવેલ હેતુઓ માટે સહાય મંજુર કરવામાં આવે છે. ખેડૂત અને વેપારી માટે ગોડાઉન બનાવવા માટે અલગ અલગ ધોરણો નકકી કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતો માટેના ગોડાઉનો બનાવવા માટે કુલ પ્રોજેકટ કોસ્‍ટના પ૦ ટકા તથા વેપારી (વેપારી તથા અન્‍ય) ના ગોડાઉનો બનાવવા માટે કુલ પ્રોજેકટ કોસ્‍ટના ૩પ ટકા સહાય ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે. તેમજ પ૦/- લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે.
• વેચાણ કમ પ્રદર્શન સેન્‍ટર • ખેડૂતો માટેનો શેડ / પ્‍લેટફોર્મ • ડ્રીપ ઈરીગેશન માટેના ડ્રેમોસ્‍ટેશન ફાર્મ • શાકભાજી બજારમાં ઈન્‍ફર્મેશન કિયોસ્‍ક • સોઈલ ટેસ્‍ટીંગ લેબોરેટરી • પાણીની વ્‍યવસ્‍થા, જેવીકે, બોરવેલ, ટયુબવેલ, વોટરકુલર, આર.ઓ.પ્‍લાન્‍ટ, ઓવરહેડ ટાંકી, અંડર ગ્રાઉન્‍ડ ટાંકી • સોલાર લાઈટીંગ સીસ્‍ટમ. આમ, ઉપયુક્ત જણાવેલ વિગતેના કુલ-૭ હેતુઓમાં અ.નં. ૧ થી ૪ હેતુઓ માટે તમામ બજાર સમિતિઓને ૧૦૦ ટકા લેખે પ૦/- લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે. તેમજ અ.નં. પ થી ૭ ના હેતુઓ માટે ‘અ’-વર્ગ અને ‘બ’-વર્ગની બજાર સમિતિઓને રપ ટકા તથા ‘ક’-વર્ગ અને ‘ડ’ - વર્ગની બજાર સમિતિઓને પ૦ ટકા લેખે સહાય ચૂકવવાના ધોરણો નકકી કરવામાં આવેલ છે. તેમજ રૂા.પ૦/- લાખની મર્યાદામાં સહાય ચૂકવવાનું ઠરાવેલ છે. સંદર્ભ: નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર. ગુજરાત સરકાર જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
51
0
અન્ય લેખો