ખાના ખજાનાVTV ન્યૂઝ
કિચન ટિપ્સ ! આ 15 ટિપ્સ અપનાવો, રસોડું ચમકાવી દો !
રસોડું ગૃહિણીનો સાથી છે, કારણ કે અહીં રસોઈ બનાવીને જ તે ઘરના અને બહારના લોકોનું દિલ જીતે છે, દરેકમાં પ્રશંસાને પાત્ર બને છે. તેથી રસોડાને ચમકતું રાખવું જરૂરી છે. તો નોંધી લો ખાસ રસોઇ ટિપ્સ જે તમારા રસોડાને ચમકાવી શકે છે.
👉 શાક સમારવાના ચાકુ તેમજ માખણ લગાડવાના બટર નાઇફનો ઉપયોગ કર્યા બાદ તરત જ ધોઇ નાખવા.
👉 બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
👉 રસોડા કે કિચન પ્લેટફોર્મ ધોવા માટે સારી ગુણવત્તાવાળો સાબુ કે પાવડર વાપરવો જેથી વાસણોમાં તે ચોંટે નહી.
👉 દાળ,મસાલાના ડબ્બા, લોટના ડબામાં રાખેલી વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરવું.
👉 કિચન કેબિનેટ તેમજ રસોડાના પ્લેટફોર્મના ખાના મહિને એકાદ વાર લૂછવા.
👉 રસોઇ અને જમ્યા બાદ રસોડામાં તેમજ ડાઇનિંગ રૂમમાં ફિનાઇલનું પોતું કરવું.
👉 રસોડું, કિચન પ્લેટફોર્મ તેમજ વાસણ ધોવાનો સાબુ ઉચ્ચગુણવક્તા યુક્ત હોવો જોઇએ જેથી સિન્કમાં પાવડર ચોંટી ન જાય તેમજ વાસણો તથા રસોડું ચીકણું ન રહે.
👉 તમને વધુ સમય ન મળતો હોય તો કિચનના પ્લેટફોર્મના ખૂણે ખૂણા મહિનામાં એકાદવાર ધોવા કે લૂંછી લેવા.
👉 રસોઇ બનાવતા પહેલા તથા પછી ચૂલાને સાફ કરવાની આદત રાખવી. ચૂલાને લૂછવા માટે અલગ સ્વચ્છ કપડું હોવું જરૂરી છે.
👉 શાક અને ફળને સમારીને તેની છાલ ડસ્ટબિનમાં નાખવી જેથી કિચન સાફ રહે અને તેના પર મચ્છર-માખી બેસે નહીં.
👉 રસોડામાં કોઇપણ ખાદ્યપદાર્થ મૂકતાં પહેલાં તેને સાફ કરો.
👉 રસોડાના બધા ખૂણા સાફ રાખો. વાસણોને સાફ કરી તેને ઉપયોગમાં લો.
👉 રસોડાના સફાઇના કપડાં અને સ્પંજને સાફ કરીને ધોઇને સૂકવો. તેથી તેમાં કિટાણુ રહેશે નહીં.
👉 સૂકા અને તરલ ખાદ્ય વસ્તુઓને સ્ટોર કરવાના કન્ટેનરને પણ ધોઇને ઉપયોગમાં લો.
👉 જ્યારે તમે રસોઇ બનાવી દો છો ત્યારે તેને ઢાંકીને રાખો જેથી તેમાં કોઇ જંતુ પડવાનો ડર રહેશે નહીં અને તમે ઇન્ફેક્શનથી બચી શકો છો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : VTV ન્યૂઝ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.