AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાળા ઘઉં પાછળ પાગલ છે ખેડૂતો ! ઉત્પાદન અને ભાવ પણ વધારે !
સલાહકાર લેખDailyhunt
કાળા ઘઉં પાછળ પાગલ છે ખેડૂતો ! ઉત્પાદન અને ભાવ પણ વધારે !
કાળા ઘઉંનું નામ સાંભળીને તમે ચોંકી ગયા હશો. કાળા ઘઉંની ખેતી આજકાલ ખેડૂતો માટે સામાન્ય ઘઉંની ખેતીથી ત્રણથી ચાર ગણી ફાયદાકારક છે. પંજાબ પછી હવે ઉતર પ્રદેશના અને કેટલાય રાજ્યો અને જીલ્લાઓના ખેડૂતો કાળા ઘઉંની ખેતી કરીને તગડી કમાણી કરી રહ્યા છે. બજારમાં કાળા ઘઉં ચારથી છ હજાર રૂપિયા પ્રતિ કિવન્ટલના ભાવે વેચાય છે. જ્યારે સામાન્ય ઘઉંની એમ એસપી ૧૯૭૫ રૂપિયા પ્રતિ કિવન્ટલ છે. આ સાથે જ વૈજ્ઞાનિકોનો દાવો છે કે કાળા ઘઉં સામાન્ય ઘઉં કરતા વધારે પૌષ્ટિક છે અને તે ૧૨ રોગોમાં ફાયદાકારક છે. નેશનલ એગ્રી ફુડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટ (નાબી) મોહાલીએ આ ઘઉં સંશોધિત કર્યા છે. આ ઘઉંની પેટન્ટ નાબીના નામે છે અને તેનુ નામ નાબી એમજી રખાયું છે. તેનુ સંશોધન કૃષિ વૈજ્ઞાનિક ડો.મોનિકા ગર્ગે કર્યું છે. કાળા ઘઉંમાં સામાન્ય ઘઉં કરતા વધુ પોષક તત્વો ડો. મોનિકા ગર્ગ જણાવે છે કે સામાન્ય ઘઉંમાં પિગમેન્ટનું પ્રમાણ ૫ થી ૧૫ પીપીએમ વચ્ચે હોય છે. પરંતુ કાળા ઘઉંમાં તેનું પ્રમાણ ૧૦૦ થી ૨૦૦ પીપીએમ હોય છે. કાળા ઘઉંમાં સમાન્ય ઘઉંની સરખામણીમાં ૬૦ ટકા વધુ આયર્ન હોય છે ઝીંકનું પ્રમાણ પણ થોડું વધારે હોય છે જો કે પ્રોટીન, સ્ટાર્ચ, અને અન્ય પોષક તત્વો લગભગ સરખા જ હોય છે. કાળા ઘઉં પોતાની એન્ટી ઓકસીડન્ટ ખુબીઓના કારણે ૧૨ રોગોમાં ફાયદા કારક છે. જેમાં કેન્સર, ડાયાબીટીસ, સ્થુળતા, કોલેસ્ટોલ, હૃદયરોગ, ડીપ્રેશન વગેરે સામેલ છે.
સંદર્ભ : ડેઇલીહન્ટ. આપેલ યોજના માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
125
81