AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કાળઝાળ ગરમીથી મળશે રાહત, જાણો કઈ તારીખ સુધી વરસશે વરસાદ!
સમાચારએગ્રોસ્ટાર
કાળઝાળ ગરમીથી મળશે રાહત, જાણો કઈ તારીખ સુધી વરસશે વરસાદ!
🌞 દેશના જુદા જુદા ભાગોમાં ભિષણ ગરમી અને લૂનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાહતભર્યા સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે દેશમાં ચોમાસુ સમય પહેલા દસ્તક આપી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસુ આ વખતે 20 મે બાદ ક્યારેય પણ કેરળના દરિયા કિનારે પહોંચી શકે છે. 🌨️ સામાન્ય રીતે ચોમાસુ એક જૂન આસપાસ કેરળના કિનારે પહોંચે છે. ચોમાસાના વહેલા આગમનના સંકેત લેટેસ્ટ વિસ્તૃત રેન્જ પૂર્વાનુમાન પરથી આપવામાં આવ્યા છે. જેને પૂણે સ્થિત IITMમાં વિકસીત મલ્ટી મોડલ એક્સટેન્ડેડ રેન્જ પ્રિડીકશન સિસ્ટમનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. IITMના ટોપ એક્સપર્ટનું કહેવું છે કે પાંચ મેથી એક જૂન સુધીના વિસ્તારિત સમયગાળાના પૂર્વાનુમાન મુજબ કેરળમાં ચોમાસાની શરૂઆત 20 મે બાદ ક્યારેય પણ થઈ શકે છે. 🌤️ ગત 28 એપ્રિલે જાહેર કરાયેલા ERFમાં પણ 19થી 25 મેનો સમયગાળો આપવામાં આવ્યો હતો. જો કેરળમાં 20 મે બાદ ચોમાસાનું આગમન થાય તો દેશના અન્ય રાજ્યોમાં પણ ચોમાસાના વહેલા પહોંચવાની સંભાવના છે. હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના કારણે ચોમાસુ સિસ્ટમ મજબૂત બની છે અને તેના ઝડપભેર આગળ વધવાની શક્યતા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
42
4