એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કારેલા માં ફળમાખી !
👉 ખેડૂતોએ ઉનાળામાં કારેલાની વાડી કરી જ હશે. 👉 કારેલામાં ફળ માખીનો ઉપદ્રવ સવિષેસ જોવા મળે છે. 👉 ફળમાખીની ઈયળ અંદરથી ગર્ભ કોરી ખાતી હોય છે. 👉 જેને કારણે કહોવારો શરુ થતા ઉપદ્રવિત ફળ ખરી પડતા હોય છે. 👉 કેટલીક વાર ફળ બેડોળ પણ થઇ જાય છે. 👉 આ જીવાત ગરમ વાતાવરણમાં વધુ સક્રિય રહે છે અને માર્ચ- એપ્રિલમાં આ ફળમાખીનો ઉપદ્રવ વધારે રહે છે. 👉 ખરી પડેલ ફળ વીણી લઇ નાશ કરવા. 👉 વાડીમાં ક્યુ લુર યુક્ત ફળમાખીના ટ્રેપ્સ ફળ બેસવાની શરુઆત થાય કે તરત જ એકરે 8 જેટલા લગાડવા. 👉 ટ્રેપ 22 દિવસે બદલતા રહેવા. 👉 ફ્રૂટ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
2
અન્ય લેખો