AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કામના સમાચાર, ઓછા રોકાણમાં મેળવો લાખોનું વળતર !
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
કામના સમાચાર, ઓછા રોકાણમાં મેળવો લાખોનું વળતર !
પોસ્ટ ઓફીસ ની આ જબરદસ્ત સ્કીમ,સીનીયર સીટીજન માટે છે સૌથી બેસ્ટ.... 📢 જો તમે વરિષ્ઠ નાગરિક છો અને સારા વળતર સાથે વધુ સારી બચત યોજના ઇચ્છો છો,તો પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમ તમારા માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. પોસ્ટ ઓફિસ સ્કીમ હોવાથી તમારા પૈસા આમાં સુરક્ષિત રહે છે.આ સ્કીમમાં તમને બેંક કરતા પણ વધારે વળતર મળે છે. 📢રોકાણ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ કરવા માટે ઉંમર ૬૦ વર્ષથી વધુ હોવી જોઈએ. ૫૫ વર્ષથી વધુ અને ૬૦ વર્ષથી ઓછી વયના નિવૃત્ત નાગરિક કર્મચારીઓ નિવૃત્તિ લાભો મળ્યાના ૧ મહિનાની અંદર રોકાણ કરી શકે છે. 📢માત્ર 1000 રૂપિયામાં ખુલશે ખાતું આ સ્કીમ હેઠળ માત્ર ૧૦૦૦ રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમમાં વધુમાં વધુ ૧૫ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. આ યોજનામાં રોકાણ આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ લઈ શકાય છે. 📢પોસ્ટ ઓફિસ આ સ્કીમ પર ગ્રાહકોને ૭.૪ ટકા વ્યાજ દર ઓફર કરે છે.આ સ્કીમમાં ૫ વર્ષની મુદત માટે રોકાણ કરી શકો છો. જો તમે આ સ્કીમમાં ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને ૫ વર્ષ પછી ૭.૪ ટકાના દરે ૧૪,૨૮,૯૬૪ રૂપિયાનું વળતર મળે છે. 👉સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
1
અન્ય લેખો