સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કાગળના ટુકડા વડે બીજના અંકુરણની ચકાસણી કરો
વાવણીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાં બીજ અંકુરણનો ઉપચાર જરૂર કરવો જોઇએ. જે તમને બિયારણ બદવાની જરૂર છે કે પછી તેની યોગ્ય માત્રામાં વધારો કરવો આ બાબતે નિર્ણય લેવામાં મદદ કરશે. જો બિયારણમાં 80% થી 90% અંકુર આવતો હોય તો તે સારું છે. જો બિયારણમાં 60% થી 70% અંકુરણ આવતું હોય તો વાવણીના સમયે બિયારણની માત્રામાં વધારો કરવો અને જો અંકુરણ 50%થી ઓછું હોય તો બિયારણને બદલો જેથી તમને કાપણી સમયે નુકશાન થાય નહીં.
નીચે જણાવેલ બિયારણના ઉપચાર માટેની સરળ અને દેશી રીતો આપણે અનુસરીએ • છાપાંના કાગળ દ્વારા બિયારણના ઉપચાર માટેની પદ્ધતિ: • આ સરળ અને અસરકારક પદ્ધતિ છે. તેમાં તમારે છાપાંના ચાર સ્તર કરવા, ચિત્રમાં વર્ણવ્યા મુજબ 3 થી 4 ઘડી કરવી. ત્યારબાદ સોર્ટિંગ કર્યા (વીણ્યા) વગર બીજને કાગળ પર મૂકી હરોળમાં ગોઠવો, ત્યારબાદ છાપાના બંને ખૂણાને દોરા વડે ઢીલાં બંધ કરવા. હવે છાપાંને પાછું પાણીમાં પલાળો. • વધારાનું પાણી તારવી લો. • વધારાનું પાણી કાઢ્યા બાદ છાપાંને પ્લાસ્ટિકની થેલીમાં રાખો અને ઘરની અંદર લટકાવો. • 4-5 દિવસબાદ છાપાંને ખોલો. ધરુની ગણતરી કરો અને બિયારણના અંકુરણની ટકાવારી તપાસો. • ડાંગર માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. સ્ત્રોત – અપની ખેતી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
324
1
અન્ય લેખો