એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કાકડીના ફળ બેડોળ થઇ જાય છે ? આ રહ્યુ કારણ અને ઉપાય !
📍 ઘણા ખેડૂતો કાકડીનો પાક કરી રોકડી કરી લેતા હોય છે.
📍 ફળ ઉતારવાના સમયે જો ફળમાખીનો ઉપદ્રવ રહે તો તેને લીધે કાકડી બેડોળ અને વાંકી-ચૂંકી થઇ જતી હોવાથી તેની ગુણવત્તા ઉપર અસર પડે અને ભાવ પણ સારા મળતા નથી.
📍 આવી નુકસાનવાળી કાકડી કાપશો તો તમને સફેદ રંગનો ફળમાખીનો કીડો અવશ્ય જોવા મળશે.
📍 આ નુકસાનને રોકવા માટે એકરે ૮ જેટલા ક્યુ-લ્યુરયુક્ત પ્લાયવુડ આધારિત મળતા ટ્રેપ ગોઠવવા. સાથે સાથે ફ્લુબેન્ડામાઇડ ૮.૩૩% + ડેલ્ટામેથ્રિન ૫.૫૬% એસસી દવા ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે મોટાફોરે વેલાઓ ઉપર છંટકાવ કરવી.
📍 આ દવાના દ્રાવણમાં ગોળ ઉમેરવાથી વધુ અસરકારક પરિણામ મળી શકે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.