AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કલર ના આધારે જંતુનાશક દવાની તીવ્રતા જાણો !
સલાહકાર લેખનવસારી કૃષિ યુનિવર્સિટી
કલર ના આધારે જંતુનાશક દવાની તીવ્રતા જાણો !
મુખ્યત્વે દરેક ખેડૂત મિત્રો નિંદામણ નો નાશ કરવા માટે રાસાયણિક પધ્ધતિ નો ઉપયોગ કરીને દવા દ્વારા નિયંત્રણ કરે છે. તો ડબલા/ પેકીંગ પર આપવામાં આવેલ ત્રિકોણ માં કલર ની નિશાની દ્વારા તેની ઝેર ની તીવ્રતા જાણી શકાય છે. તો ચાલો જાણીયે.... • નીંદણનાશક દવાની મારકશકિત પ્રમાણે તેને નીચે મુજબ ચાર ભાગમાં વહેંચવામાં આવેલી છે. લાલ ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ અત્યંત જોખમકારક છે. તે વધુ મારકશકિત ધરાવે છે . તે હિસાબે મુખ દ્વારા જો ૧ થી ૫૦ મીલીગ્રામ / કિલો પ્રાણીના વજનના પ્રમાણે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે . પીળો ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ જોખમકારક છે . લાલ ત્રિકોણવાળી દવાઓ કરતાં ઓછી મારકશકિત ધરાવે છે . તેની અસર ૫૧ થી ૫૦૦ મીલીગ્રામ / કિલો પ્રાણીના વજનના પ્રમાણે મુખવાટે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે . બ્લુ ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ ઓછી જોખમકારક છે , અને પ્રમાણમાં સલામત ગણાય છે . તેની માત્રા ૫૦૧ થી ૫000 મીલીગ્રામ / કિલો પ્રાણીના વજનના પ્રમાણે મુખવાટે લેવાઈ જાય તો પ્રાણી પર અસર થઈ શકે છે . લીલો ત્રિકોણ : આ ગ્રુપની દવાઓ સલામત અને સાધારણ મારકશકિત ધરાવે છે . તેની માત્રા ૫૦૦૦ મીલીગ્રામ/કિલો પ્રાણીના વજન કરતાં વધુ પ્રમાણમાં મુખવાટે લેવાઈ જાય તો ઝેરી અસર થઈ શકે છે .
સંદર્ભ : નવસારી કૃષિ યુનિવર્સિટી . આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
72
19
અન્ય લેખો