AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કરો આ સ્કીમમાં રોકાણ બનાવશે માલામાલ
સમાચારએગ્રોસ્ટાર
કરો આ સ્કીમમાં રોકાણ બનાવશે માલામાલ
👉આજે અમે તમને એવી સ્કીમ વિશે જણાવીશું, જ્યાં રોકાણ કરવાથી તમને અન્ય વિકલ્પો કરતા વધારે નફો મળશે.પોસ્ટ ઓફિસના માસિક આવક યોજના ખાતા વિશે વાત કરી રહ્યા છીએ. 👉આ યોજના તમારી સંચિત મૂડીને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત, તમને તેના પર દર મહિને સારી આવક પણ થાય છે. પોસ્ટ ઓફિસની મંથલી ઈન્ક્મ સ્કીમએ રોકાણના શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક મનાય છે. MIS એવી સ્મોલ સેવિંગ સ્કિમ છે, જેમાં રુપિયાનું રોકાણ કરવા પર તમને દર મહિને કમાણી મળતી રહે છે. પોસ્ટ ઓફિસની આ સ્કિમમાં એકવાર રોકાણ કરવાથી તમને દર મહિને વ્યાજ મળે છે. 👉કારણ કે તેમાં મોટા ફાયદા છે. આ સ્કીમનો લાભ કોઈપણ લઇ શકે છે અને તમારી થાપણ હંમેશા સલામત રહે છે. તેમાં તમને બેંક એફડી અથવા ડેટ ઈન્સ્ટુમેન્ટ કરતાં વધુ સારું વળતર મળે છે. સાથે જ તમે દર મહિને નિશ્ચિત આવક મળતી રહે છે અને તે બાદ સ્કીમ પૂર્ણ થતાં તમને તમારી સંપૂર્ણ મૂડી પરત મળે છે, જેને તમે ફરીથી આ યોજનામાં રોકાણ કરીને માસિક આવક મેળવી શકો છો. 👉ભારતીય પોસ્ટ માસિક આવક યોજના (MIS) ઓફર કરે છે, જે રોકાણકારોને નિયમિત માસિક પેન્શન સુનિશ્ચિત કરે છે. આ ચોક્કસ યોજનામાં એક સાથે એક જ રકમનું રોકાણ કરવાની જરૂર છે. લોકપ્રિય યોજનામાં રોકાણ પણ પાકતી મુદતના લાભો આપે છે. તમે વ્યક્તિગત ખાતું અથવા સંયુક્ત ખાતું ખોલાવી શકો છો. 👉૧૦૦૦ ની ન્યૂનતમ રકમ સાથે ખાતું ખોલાવી શકાય છે અથવા ૧૦૦ ના ગુણાંકમાં રૂપિયા કરી શકાય છે. એક વ્યક્તિ એક જ ખાતામાં ૪.૫ લાખ રૂપિયા અને સંયુક્ત ખાતામાં ૯ લાખ જમા કરાવી શકે છે. ખાતું ખોલવાની તારીખથી પરિપક્વતા સુધી એક મહિના પૂર્ણ થયા બાદ વ્યાજ ચૂકવવામાં આવે છે. 👉જરૂરી બાબતો - ૧) પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું જરૂરી છે. ૨) પછી અરજી ફોર્મ ભરો. અથવા સત્તાવાર વેબસાઈટ પરથી પોસ્ટ ઓફિસ માસિક આવક યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરો. ૩) તમારે ૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે આઈડી પ્રૂફ માટે આધાર અથવા પાસપોર્ટ અથવા મતદાર ૪) કાર્ડ અથવા ડ્રાઈવિંગ લાઈસન્સમાંથી કોઈ પણ આઈડી પ્રુફ આપવાનું રહેશે. ૫) વ્યક્તિએ નોમિનીનું નામ પણ આપવું જોઈએ. ૬) આ ખાતું ખોલવા માટે જરૂરી ન્યૂનતમ બેલેન્સ ૧૦૦૦ રૂપિયા છે, જે રોકડ અથવા ચેક દ્વારા ચૂકવી શકાય છે. ૭) વધારે માહિતી તમને નજીકની પોસ્ટ ઓફિસમાંથી પણ મળી શક્શે. 👉કેટલી રકમ જમા કરી શકાય ? તમે પોસ્ટ ઓફિસની એમઆઈએસમાં સાગમટે એક રકમ જમા કરીને તમારા માટે માસિક આવકની વ્યવસ્થા કરી શકો છો. જો તમારું ખાતું સિંગલ છે તો તમે મહત્તમ રૂ.૪.૫ લાખ સુધી જમા કરાવી શકો છો. તે જ સમયે, સંયુક્ત ખાતામાં મહત્તમ ૯ લાખ રૂપિયા સુધી જમા થઈ શકે છે. આ યોજનામાં બાળકોના નામે ખાતું પણ ખોલવામાં આવી શકે છે. જો કે, આ માટે માતાપિતા અથવા વાલીએ તેની સંભાળ લેવી પડશે. પછીથી, જ્યારે બાળક ૧૦ વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તે પોતે જ એકાઉન્ટ ચલાવી શકે છે. 👉૫ હજાર કેવી રીતે મેળવવા - હાલમાં આ યોજનામાં ૬.૬ % વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે એક જ ખાતા હેઠળ રૂ. ૪.૫ લાખનું રોકાણ કરો છો, તો હવે તમને વર્તમાન વ્યાજના દર પ્રમાણે વાર્ષિક રૂ. ૨૯૭૦૦ મળશે. બીજી બાજુ, જો તમે સંયુક્ત ખાતા હેઠળ ૯ લાખનું રોકાણ કરો છો, તો તમને ૫૯,૪૦૦ વર્ષનું વ્યાજ મળશે. એટલે કે, દર મહિને ૪ ૪,૯૫૦ રૂપિયાનું વળતર મળશે. 👉આ યોજના માટે પાકતી મુદત ૫ વર્ષ છે. ૫ વર્ષ પછી તમે ફરીથી આ યોજનામાં તમારી મૂડી રોકી શકો છો. 👉ધ્યાનમાં રાખવાની બાબત - જો તમારે કોઈ જરૂરિયાત પર પાકતી મુદત પહેલાં તમામ નાણાં પાછા લેવા હોય, તો આ સુવિધા તમને એકાઉન્ટને ૧ વર્ષ પૂર્ણ થવા પર મળે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી ૧ વર્ષથી ૩ વર્ષ જૂનું એકાઉન્ટ થવા પર તેમાં જમા કરેલી રકમમાંથી ૨% બાદ કરીને બાકીની રકમ પાછી મેળવી શકાય છે. જો તમારું એકાઉન્ટ ૩ વર્ષથી વધુ જૂનું છે, તો તમને તેમાં જમા થયેલ રકમના ૧% કાપીને બાકીની રકમ તમને પાછી આપી દેવામાં આવે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
28
7
અન્ય લેખો