AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કરો અશ્વગંધા ની ખેતી મેળવો ખર્ચ કરતા ૩ ગણો વધુ નફો !!
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર
કરો અશ્વગંધા ની ખેતી મેળવો ખર્ચ કરતા ૩ ગણો વધુ નફો !!
🍃અશ્વગંધાના છોડનો દરેક હિસ્સો કે જેમાં પાંદડા, ફળો, બીજ આયુર્વેદિક રીતે ખૂબ જ અગત્યતા ધરાવે છે. તેનો ઉપયોગ ત્વચાને લગતી બીમારીમાં લાભ આપે છે, ફેફસામાં સોજો ઓછો કરે છે, પેટમાં દુખાવામાં રાહત આપે છે. તો ચાલો આ ઔષધી છોડની ખેતી કેવી રીતે કરી શકાય છે તે અંગે માહિતી મેળવીએ. અશ્વગંધાની ખેતી ક્યાં થાય છે? મુખ્યત્વે અશ્વગંધાની ખેતી બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કેરળ, આંધ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં કરવામાં આવે છે. જ્યા વધારે પ્રમાણમાં ઠંડી રહે છે તે સ્થળને બાદ કરતા દેશમાં તમામ જગ્યા પર તેની ખેતી કરી શકાય છે. અશ્વગંધાની ખેતી માટે કેવી આબોહવાની જરૂર છે :- અશ્વગંધાના છોડ વરસાદ શરૂ થાય તે અગાઉ ગરમીની મોસમમાં લગાવવામાં આવે તે વધારે ઉપયુક્ત છે. પાકને વિકસિત થવા માટે શુષ્ક આબોહવા હોવી જોઈએ. જે જગ્યા પર સમગ્ર વર્ષમાં ૬૦૦ થી ૮૦૦ મિલી મીટર હોય છે ત્યાં અશ્વગંધાના પાકની વૃદ્ધિ સારી થાય છે. કેવા પ્રકારની જમીન અથવા માટી પર ખેતી કરી શકાય છે :- અશ્વગંધાની ઉન્નત ખેતી માટે સારા જળ નિકાલવાળી દોમટ, બલુઈ અથવા સામાન્ય લાલ રંગની માટી ઉપયુક્ત છે. તેનો પીએચ ૭.૫ થી ८ હોય તો તે અશ્વગંધાના પાક માટે વધારે અસરકારક સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે જો તમારી જમીન વધારે ઉપજાઉ ન હોય તેમ છતાં અશ્વગંધાની ખેતી સરળતાથી કરી શકાય છે. અશ્વગંધામાં કેટલી ઉપજ મળે છે:- અશ્વગંધાનો પાક આશરે ૧૭૦ દિવસમાં પાકીને તૈયાર થઈ જાય છે. અશ્વગંધાના પાકથી૧ હેક્ટરમાં આશરે ૯ ક્વિન્ટલ મૂળ અને ૫૧ કિલો બીજ પ્રાપ્ત કરી શકાય છે. એ બાબત કહેવી બિલકુલ ખોટી નથી કે જો તમે અશ્વગંધાની ઉન્નત ખેતી કરી રહ્યા હોય તો તેનાથી તમારા ખર્ચથી ૩ ગણો વધારે નફો કમાઈ શકાય છે. જો તમે પ્રતિ હેક્ટર કુલ રૂપિયા ૪૦,૦૦૦ ખર્ચ કરો છો તો તમને ઓછામાં ઓછા રૂપિયા ૮૦,૦૦૦ નફો થઈ શકે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3