AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમાચારઝી ન્યુઝ
કરોડપતિ કબૂતરો, જેમના નામે છે 27 દુકાન, 126 વીઘા જમીન અને......
🐦 માણસોના નામની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય. અહીં અમે તમને કરોડપતિ કબૂતરો વિશે જણાવીશું. કરોડપતિ કબૂતર સાંભળવામાં તમને કદાચ વિચિત્ર લાગશે પરંતુ આ સાચુ છે. 40 વર્ષ પહેલા કરાઈ હતી કબૂતરાન ટ્રસ્ટની સ્થાપના 🐦 40 વર્ષ પહેલા પૂર્વ સરપંચ રામદીન ચોટિયાના નિર્દેશો અને ગુરુ મરુધર કેસરી પાસેથી પ્રેરણા લઈને ગ્રામીણોના સહયોગથી અપ્રવાસીય ઉદ્યોગપતિ સ્વર્ગીય સજ્જનરાજ જૈન તથા પ્રભુસિંહ રાજપુરોહિત દ્વારા કબૂતરાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ભામાશાહોએ કબૂતરોના સંરક્ષણ તથા નિયમિત દાણા પાણીની વ્યવસ્થા માટે ટ્રસ્ટના માધ્યમથી કસ્બામાં 27 દુકાનો બનાવડાવી અને તેમને કબૂતરોના નામે કરી દીધી. હવે આ કમાણીથી ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી રોજ 3 બોરી અનાજ આપી રહ્યું છે. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
28
5
અન્ય લેખો