એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કયા પ્રકારની દવા પસંદ કરશો? શોષક કે સંપર્ક (સ્પર્શિય/ કોન્ટેક્ટ)
શોષક પ્રકારની દવા છોડના પાનમાં ઉતરી આખા છોડને ઝેરી બનાવી દે છે જ્યારે સંપર્ક પ્રકારની દવા છોડના પાના ઉપર જ રહે છે. ચૂસિયાં જીવાતો પાનમાં મોઢું નાંખી અંદરનો રસ ચૂંસતી હોય છે જેથી તેમના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા દા.ત. ઇમિડાક્લોપ્રિડ, થાયોમેથોક્ષામ, ડીનેટોફ્યુરાન વિગેરે પસંદ કરવી. મોટા ભાગની ઇયળો છોડ ઉપર રહી ચાવીને નુકસાન કરતી હોય છે અને તેથી જ તેમાના નિયંત્રણ માટે સંપર્ક (કોન્ટેક) પ્રકારની દવા પસંદ કરવી. દા.ત. ક્વિનાલફોસ, ક્લોરપાયરીફોસ, ડેલ્ટામેથ્રિંન વિગેરે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
4
સંબંધિત લેખ