AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કમોસમી વરસાદ સામે પાકમાં સુરક્ષા ની ભલામણો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કમોસમી વરસાદ સામે પાકમાં સુરક્ષા ની ભલામણો
🌱હાલમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયો છે. આ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકો તથા શાકભાજી પાકો નુકશાનની સંભાવના વધી જાય છે. જેથી પાકની તંદુરસ્તી અને છોડના વિકાસ પર માઠી અસર નાં પહોચે તે માટે નીચે પ્રમાણે પાકમાં દવા અને ખાતર નાખવું. 🌱સૌપ્રથમ ખેતરમાં ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. 🌱જે ખેડૂતમિત્રોને શિયાળુ પાકને વાવેતર કરેલ છે અને પાક ઉગતો આવે છે. તેમને પાણીનો નિકાસ કર્યા બાદ સલ્ફર મેક્સ 3 કિલો/ એકર સાથે ટીએમટી 286 ગ્રામ/એકર મુજબ જમીનમાં આપવું. 🌱જે ખેડૂતમિત્રોના ચણા, ધણા, જીરું, વરીયાળી, રાયડો, ડુંગળી વગેરે જેવા પાકો ઉગી ગયા છે. તેમને ફૂગજન્ય રોગોના લીધે સુકારો આવવાની શક્યતા રહે છે, તે માટે મેન્ડોઝ 500 ગ્રામ/એકર સાથે સલ્ફર મેક્સ 3 કિલો/એકર પ્રમાણે જમીનમાં આપવી. 🌱પ્રથમ છંટકાવમાં ક્રુઝર 10 ગ્રામ/ પંપ સાથે પનાકા M-45 @40 ગ્રામ/પંપ સાથે વિકાસ માટે ફાસ્ટર 30 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો. 🌱શાકભાજી પાકમાં સુકારા રોગના નિયંત્રણ ટીએમટી 286 ગ્રામ/એકર અથવા કોપર વન 500 ગ્રામ/એકર સાથે સારા વિકાસ માટે હ્યુમિક પાવર NX 500 ગ્રામ/એકર મુજબ જમીનમાં આપવું. 🌱શાકભાજી પાકો પીળી પડવાની સમસ્યા માટે સલ્ફર મેક્સ 3 કિલો /એકર અથવા સેલ્ઝીંક 3 કિલો/એકર જમીનમાં આપવું તેમજ મેન્ડોઝ 35 ગ્રામ/પંપ સાથે ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 @ 15 ગ્રામ/ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 🌱જે ખેડૂતમિત્રોને કપાસનો પાક ઉભેલો છે તેમાં પાન પર ફૂગજન્ય કાળા ટપકાં જેવા રોગના નિયંત્રણ માટે ટેબુલ ૫૦ ગ્રામ/પંપ અથવા રોઝ્તામ 25 મિલી/પંપ સાથે સ્ટેલર 30 મિલી/પંપ મુજબ છંટકાવ કરવો. તથા જમીનમાં એમોનિયમ સલ્ફેટ ખાતર 25 કિલો/એકર સાથે સલ્ફર મેક્સ 3 કિલો/ એકર પ્રમાણે જમીનમાં આપવું. 🌱વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા મોલો મચ્છી જેવી ચૂસ્યા જીવાતનો ઉપદ્રુવ વધે છે. તેના નિયંત્રણ માટે શટર 8 ગ્રામ/પંપ અથવા ઝેનીથ 40 મિલી/પંપ અથવા કિલ-એક્ષ 15 મીલી/પંપ સાથે ફાસ્ટર 30 મિલી/પંપ મુજબ છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0