કમોસમી વરસાદની આગાહી? જાણો આવનાર દિવસો ની સ્થિતિ !
મોન્સૂન સમાચારએગ્રોસ્ટાર
કમોસમી વરસાદની આગાહી? જાણો આવનાર દિવસો ની સ્થિતિ !
➡ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો... ➡ આગામી 2 દિવસ તાપમાન 41થી 42 ડિગ્રી રહેવાનું અનુમાન... ➡ સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે ઝાપટાંની પણ શક્યતા ➡ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદનું વાતાવરણ સર્જાયુ છે. કારણ કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જોકે, કમોસમી વરસાદ છતાં ગરમીમાંથી રાહત મળી નથી. ગરમીનો કહેર થયાવત છે. ➡ પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. એટલુ જ નહિ, પાટણના ચાણસ્મામાં વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. ➡ આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જો કે, ગુરૂવારથી ત્રણ દિવસ ગરમીમાં આંશિક રાહત મળશે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
3
અન્ય લેખો