AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોન્સૂન સમાચારVTV ગુજરાતી
કમોસમી વરસાદના વાવડ, ખેડૂતો થયાં ચિંતાતુર !
🌨 હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે. 📢 સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના 📢 છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં પડી શકે છે વરસાદ 📢 સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પડી શકે છે વરસાદ 📢 સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં વરસાદની સંભાવના 📢 આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલમાં પડી શકે છે વરસાદ 10 માર્ચ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા - અંબાલાલ પટેલ 🌦 અંબાલાલ પટેલની આગાહી મુજબ પશ્ચિમી વિક્ષેપોને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત પર મંડરાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડવાની વકી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવો વરતારો પણ આપ્યો છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંય ક્યાંય વરસાદ પણ પડી શકે છે. 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
12
અન્ય લેખો