AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ માં કાજી બગ / ટી મોસ્કીટો બગ નું નિયંત્રણ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ માં કાજી બગ / ટી મોસ્કીટો બગ નું નિયંત્રણ !
• આ જીવાતનાં બચ્ચાં અને પુખ્ત પાન , કુમળી ડાળીઓ , કપાસની કળીઓ અને નાના જીંડવાઓમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. • પાન પર નુકસાનના લીધે પાન ધાર પરથી વળી જાય છે અને પાનની મુખ્ય નસની આજુબાજુમાં ભૂરાશ પડતા કાળા રંગના ડાઘા જોવા મળે છે . • આ જીવાત કુમળી ડાળીઓમાંથી રસ ચૂસે છે. જેથી તેનો વિકાસ અટકી જાય છે અને ધીરે ધીરે સૂકાઈ જાય છે . • છોડના નીચેના ભાગમાં રહેલા લીલા રંગના જીંડવામાંથી રસ ચૂસવાના કારણે તેના પર બળીયાં ટપકાં જેવા ડાઘ જોવા મળે છે . • આ જીવાત દ્રારા પરિપક્વ જીંડવાઓની ટોચ પરના નુકસાનના કારણે કાળાશ પડતા ભૂરા રંગના ગોળાકાર ખાડાઓ જોવા મળે છે . • પરિણામે, જીંડવામાં ફૂગ લાગે છે અને જીંડવાઓ કોહવાઈ જાય છે . સંકલિત વ્યવસ્થાપન : • નુકસાન થયેલ ભાગ તોડીને નાશ કરવો . • લીમડાની લીંબોળીની મીંજનો ૫ % અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ ( ૧ ઈસી ) થી ૪૦ ( ૦.૧૫ ઈસી ) મિ.લિ. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો . • આ જીવાત છાંયડાવાળા ભાગમાં વધારે નુકસાન કરે છે. • ખેતરની અંદરના તથા શેઢા - પાળા પરના યજમાન છોડ જેવા કે સ્માર્ટ વીડ અને લેન્ટેનાનો નાશ કરવો કારણ કે આ જીવાત આવા નીંદણના છોડોમાં સંતાઈ રહે છે .
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
22
5
અન્ય લેખો