એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ નો સંગ્રહ કરવા કરતા તરત જ વેચાણ કરો !
👉જો આપ વિણેલ કપાસ ખેતરમાં આવેલ ઓરડીમાં સંગ્રહ કરતા હો તો આપ ગુલાબી ઇયળને વધવામાં ઉત્તેજન આપો છો. 👉 વિણેલ કપાસમાં ગુલાબી ઇયળ હશે જ અને તેમાંથી નીકળતી ફૂંદીઓ ફરી પાછી ખેતરમાં જતી રહેવાની શક્યતા પુરેપુરી રહેલ છે. માટે જ, સારા ભાવ હોય તો સીધા જ માર્કેટમાં વેચાણ કરવું એ જ યોગ્ય છે. 👉તરત જ વેચાણ શક્ય ન બનતું હોય તો કપાસનો સંગ્રહ ઘરના સ્ટોરમાં જ કરી બારી-બારણા બંધ રાખો. 👉 વધારામાં સંગ્રહ કરેલ ઓરડામાં ગુલાબી ઇયળના ફૂંદા પકડવા માટે એકાદ ફેરોમોન ટ્રેપ અવશ્ય ગોઠવો. આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
14
4
અન્ય લેખો