ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસ ની સુરક્ષા નું વચન
ભરોસા કીટ શું છે ?
👉કપાસના પાકમાં શરૂઆતની વૃદ્ધિ વિકાસ અવસ્થામાં આવતા રોગ અને જીવાત સામે રક્ષણ માટે તેમજ મૂળના સ્વસ્થ અને તંદુરસ્ત વૃદ્ધિ-વિકાસ માટેનો ઉત્તમ ઉપાય
ભરોસા કીટનો ઉપયોગ કેમ કરવો જોઈએ
👉કપાસના પાકમાં શરૂઆતના 10 થી 30 દિવસ પાક માટે નાજુક હોય છે.
કપાસમાં મુખ્યત્વે વાવેતર થી લઈને ફૂલ અવસ્થા સુધીમાં મૂળખાઈ રોગ આવે છે, જેના કારણે છોડ ધીમે ધીમે સુકાવા લાગે છે.
લીલી પોપટી, થ્રીપ્સ, મોલો અને સફેદ માખી જેવા ચુસીયા ના કારણે છોડને નુકસાન થાય છે અને છોડનો વૃદ્ધિ અને વિકાસ સારી રીતે થઇ શકતો નથી.
કપાસ ભરોસાકીટ માં ૩ દવા આવે છે.
👉૧.શટર : - આ દવા સીસ્ટેમિક જંતુનાશક છે, જે જમીન માં આપ્યા બાદ છોડમાં ફેલાઈ જાય છે. જેથી કોઈ પણ ચુસીયા જીવાત જેવા કે મોલો, લીલા તડતડીયા, થ્રીપ્સ જે પાકને નુકશાન કરે તો તે તરત જ મરી જાય છે.
શટર : - ૧૦૦ ગ્રામ /એકર ઉપયોગ કરવાની છે.
👉૨.મેન્ડોઝ : - આ દવા સીસ્ટેમિક અને કોન્ટેક ફૂગનાશક છે. જે કપાસ ના છોડ ને જમીનજન્ય ફૂગ જેવી કે સુકારો, થડ નો કોહવારો અને પાંદડા ની ફૂગ જેવી કે પાન ના ટપકા સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે.
મેન્ડોઝ : - ૫૦૦ ગ્રામ /એકર ઉપયોગ કરવાની છે.
👉૩. હ્યુમિક પાવર: એટલે કે જેવું નામ એવું કામ. આ દવા કપાસના મૂળ નો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કરે છે. તેમજ જમીનમાં રહેલ પોષકતત્વોને સહેલાઇથી લેવામાં મદદ કરીને કપાસ ના પાકને શરૂઆતથી જ તંદુરસ્ત અને જુસ્સાદાર બનાવે છે.
હ્યુમિક પાવર : ૫૦૦ ગ્રામ/એકર ઉપયોગ કરવાની છે.
ઉપયોગ કરવાની રીત
👉પુંખીને વાપરવાની પધ્ધતિ:-
આ કીટ માં ૧૦૦ ગ્રામ શટર, ૫૦૦ ગ્રામ મેન્ડોઝ અને ૫૦૦ ગ્રામ હુમિક પાવર આવે છે. જેને કોઈ પણ ખાતર (DAP, SSP, યુરિયા ) સાથે મિક્સ કરી ને વાવેતર સમયે અથવા કપાસ ના વાવેતર ના ૨૦ થી ૨૫ દિવસ પછી જયારે ખાતર અને પાણી આપવામાં આવે ત્યારે પુંખીને આપી શકાય છે.
👉ડ્રિપ અને ડ્રેન્ચિંગ પધ્ધતિ:-
કપાસ ભરોસા કીટને ડ્રિપ અને ડ્રેન્ચિંગ થી ઉપયોગ માટે ૨૦૦ લીટર પાણીમાં ૧૦૦ ગ્રામ શટર, ૫૦૦ ગ્રામ મેન્ડોઝ અને ૫૦૦૦ ગ્રામ હુમિક પાવર ને મિક્સ કરીને એક એકર કપાસના પાકમાં બીજ અંકુરણ ૧૦ દિવસ થી ૩૦ દિવસ વચ્ચે ઉપયોગ કરી શકાય છે.
👉સંદર્ભ :-Agrostar
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો