AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસ ના પાક માટે ની ખાસ ભરોસા કીટ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસ ના પાક માટે ની ખાસ ભરોસા કીટ
🟣કપાસ પાકમાં શરૂઆતની વૃદ્ધિ વિકાસ અવસ્થામાં આવતા રોગ અને જીવાત સામે રક્ષણ માટે તેમજ મૂળના સ્વસ્થ અને તંદુરસ્ત વૃદ્ધિ-વિકાસ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે કપાસ ભરોસા કીટ. 🟣આ કીટની અંદર કોન્ટેક અને સીસ્ટેમિક પ્રકારની અલગ અલગ દવાઓ છે .જે જમીનમાં આપ્યા બાદ મૂળ દ્ધારા સહેલાઇથી છોડમાં ફેલાઈ જાય છે. જેથી કોઈ પણ ચુસીયા જીવાત જેવા કે મોલો, લીલા તડતડીયા, થ્રીપ્સ,ઉધઈને નિયંત્રણ કરે છે. 🟣જમીનજન્ય અને મૂળજન્ય રોગો જેવા કે સુકારો, થડનો કોહવારો અને પાંદડાની ફૂગ જેવી કે પાનના ટપકા સામે લાંબા સમય સુધી રક્ષણ આપે છે . સાથે સાથે મૂળનો જુસ્સાદાર વૃદ્ધિ અને વિકાસ કરવાનું કામ કરે છે. તેમજ જમીનમાં રહેલ પોષકતત્વોને સહેલાઇથી લેવામાં મદદ કરીને પાકને શરૂઆતથી જ તંદુરસ્ત અને જુસ્સાદાર બનાવે છે. ઉપયોગ કરવાની રીત:- પુંખીને વાપરવાની પધ્ધતિ:- 🟣આ કીટ માં  ૧૦૦ ગ્રામ શટર, ૫૦૦ ગ્રામ મેન્ડોઝ અને ૪૦૦ ગ્રામ હુમિક પાવર એન્ક્ષ આવે છે. જેને કોઈ પણ ખાતર (DAP, SSP, યુરિયા ) સાથે મિક્સ  કરી ને વાવેતર સમયે અથવા પાકના વાવેતર ના ૨૦ થી ૨૫ દિવસ પછી જયારે પાણી આપવામાં આવે ત્યારે ખાતર સાથે મિક્સ કરીને પુંખીને આપી શકાય છે. ડ્રીપ અથવા દ્રેન્ચિંગ: 🟣કપાસ ભરોસા કીટને ડ્રિપ અને ડ્રેન્ચિંગ થી ઉપયોગ માટે 200 લીટર પાણીમાં 100 ગ્રામ શટર 500 ગ્રામ મેન્ડોઝ અને 400 ગ્રામ હુમિક પાવર NX ને મિક્સ કરીને એક એકર કપાસના પાકમાં બીજ અંકુરણ થી 30 દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો