ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસ ના પાક માં પેરાવિલ્ટ ની સમસ્યા
🌿હાલ માં અતિયારે કપાસ ના પાક માં પેરાવીલ્ટ ની સમસ્યા જોવા મળે છે તો આ રોગ ના લક્ષણોઅને તેના નિયંત્રણ વિશે જાણીએ.
🌿પાન શરૂઆતમાં પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની તાણ અનુભવતો હોય તેમ લાગે છે. પાન મુરજાઈને છોડ મરી જાય છે. ઘણી વખત ફરીથી લીલા પણ થઈ જાય છે. આ પ્રકારનો સુકારો બે પ્રકારે જોવા મળે છે.
🌿પહેલો પ્રકાર ધીમો સુકારો જે સામાન્ય રીતે ૬૦–૮૦ દિવસના છોડ હોય ત્યારે છોડ ઉપરના પાન મુરઝાઈ જઈ પાન, પર્ણદાંડી, થડ અને ડાળીઓ લાલ થઈ જાય છે. પાન ખરી પડે છે અને અમુક છોડ ઉપર નવી કૂટ આવે છે. જયારે બીજા છોડ સુકાયને મરી જતા હોય છે. આ રોગમાં મૂળ તંદુરસ્ત હોય છે તથા ૨સ વાહીનીઓ કે મૂળની છાલ બદામી કે કથ્થાઈ થતી નથી.
🌿બીજા પ્રકારના સુકારામાં છોડ એકાએક અને ઝડપથી સુકાતા હોય છે. સામાન્ય પણે છોડ ૪૫ દિવસના હોય ત્યારે ખૂબ વરસાદ અથવા વધારે પિયત આપવાથી પાણી ભરાતુ હોય અને ઉષ્ણતામાન ૩૫.૭૦ સે. કરતા વધુ હોય ત્યારે જમીનમાં ઓકિસજન ઓછુ થવાથી છોડ સુકાતા હોય છે. આ પ્રકારના સુકારામાં ભાગ્યે જ મરતા હોય છે.
🌿પેરા વિલ્ટના કારણો
ઘણી વખત છોડમાં ખોરાક અને પાણી લઈ જતી વાહિનીઓ બંધ થઈ જવાથી છોડ સુકાય છે.
અમુક વખત જૈવિક પરીબળો આ સુકારા સાથે સંકળાયેલા હોય ત્યારે.
હલકી ઢાળવાળી જમીનમાં પિયત માટેના લાંબા કયારામાં ઉપરની બાજુએથી પાણી/ ખાતર ઢાળની દિશામાં વહી જવાથી ઉપરના ભાગમાં પાણી અને ખાતરની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે..
હલકી જમીનમાં વાવેતર થવાથી ઘણી વખત જમીનમાંથી જરૂરી પોષક તત્વો છોડ ન લઈ શકવાને કારણે સૂકાય છે.
🌿નિવારણના ઉપાયો
સૂકાતા છોડને શરૂઆતમાં જમીનમાં પાણી પુરતા પ્રમાણમાં આપવાથી ઘણી વખત પાક બચાવી શકાય છે.
હલકી જમીનમાં સારું કોહવાયેલું સેન્દ્રિય ખાતર આપી તેની ભેજ સગ્રહ શકિત વધારી શકાય છે અને પાણીની ખેંચ વખતે પિયત આપી પાકને બચાવી શકાય છે.
આ રોગ ના નિયંત્રણ માટે કૂપર 1( કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુ.જી.) 500 ગ્રામ અને TMT 70 (થિયોફેનેટ મિથાઈલ 70% WP) ૫૦૦ ગ્રામ અને હુમિક પાવર 500 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે મિશ્રણ કરીને પાણી સાથે આપવું જેથી આ રોગનું નિયંત્રણ લાવી શકાય છે.
કોબાલ્ટ ક્લોરાઈડ ૧ ગ્રામ/૧૦૦ લીટર માં લઈને સ્પ્રે આપવાથી પણ સારા પરિણામ મળે છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!