ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસ ઉગ્યા પછી તરત જ આવતી જીવાતો
➡ પિયતી વિસ્તારના ખેડૂતોએ વાવણી કરી દીધી હશે અને છોડવા લાઇને પડી ગયા હશે.
➡ નાના કુમળા છોડને કેટલાક કિટકો નુકસાન કરતા જ હોય છે અને છોડની સંખ્યા ઘટતી જાય છે.
➡ ગોરાડુ જમીનમાં ઉધઇને લીધે છોડ સુકાઇને મરી જતા હોય છે. આ જીવાતથી અસરગ્રસ્થ છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ખેતરમાં છુટા છવાયા ટાલા પડી જતા હોય છે. જો આનો પ્રશ્ન હોય તો ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા 20 મિલિ પ્રતિ 10 લી. પાણીમાં ઓગાળી પમ્પની નોઝલ કાઢી દરેક છોડની આજુબાજુ જમીનમાં દરેડવી.
➡ જે ખેડૂતો ઓર્ગેનિક ખેતીમાં માનતા હોય તેઓ મેટારહીઝમ એનીસોપ્લી ૧% ડબલ્યુપી ફૂગ આધારિત દવા 40 ગ્રામ પ્રતિ 10 લી. પાણીમાં ઓગાળી ઉપર પ્રમાણે આપી ઉધઈને રોકી શકે છે.
➡ વરસાદ ખેંચાય અને ઉધઈ વધતી જણાય તો હલકું પિયત આપી દેવું.
➡ ખેતરમાં જો કીડીઓના દર હોય તો તે પણ કુમળા છોડને નુકસાન કરી શકે છે, ક્લોરપાયરીફોસ દવાનું દ્રાવણ દેખાતી કીડીઓના દરમાં દરેડવું.
➡ ક્યારેક ફ્લી બીટલથી કુમળા છોડના પાન ખવાઇ જતા હોય છે, અટકાવ માટે લીમડા આધારિત દવા (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી, ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી)નો ઉપયોગ કરવો,
➡ ભૂંખરા ચાંચવાનું નુકસાન દર વર્ષે વધતુ જાય છે. આના રોકથામ માટે ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા 20 મિલિ અથવા ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
➡ કેટલાક વિસ્તારમાં લીફમાઇનર પણ જોવા મળી છે, ક્વિનાલફોસ દવાનો છંટકાવ કરી શકાય.
➡ ગયા વર્ષે થડનું ચાંચવું પણ શરુઆતની અવસ્થાએ જોવા મળ્યું હતું, જો આ વખતે હોય તો ક્લોરપાયરીફોસ દવાનું ઉપર પ્રમાણે ડ્રેન્ચીગ કરવું.
✔ કપાસના નાના છોડવા જો મૂળના કહોવારાથી જતા રહેતા જણાય તો ટ્રાયકોડર્માનું ડ્રેંચીગ કરવું.
✔ બીજ માવજત કરેલ દવાની અસર ઓછી થતા કોઇ પણ ચૂંસિયાં આવી શકે છે. છંટકાવ કરવા કરતા થાયોમેથોક્ષામ 75 એસજી દવા 50 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે ✔ જરુરી પાણીમાં ઓગાળી દરેક છોડવાની આજુબાજુ જમીનમાં દરેડવી.
✔ ક્યારેક વાયરવર્મ (ગોરાડું જમીનમાં), ડાર્કલીંગ બીટલ્સ (જમીન નજીકથી છોડને કાપી નાંખે), ચીન્ચ બગ (કુમળા છોડના પાન ઉપરથી રસ ચૂંસે) અને ખપૈડી (છોડવા થડ નજીકથી કાપી નાંખે) પણ જોવા મળે છે, જરુર પડે તો આમના માટે બાયોપેસ્ટીસાઇડ જ વાપરવી.
✔ શક્ય હોય ત્યાં સુધી રાસાયણિક દવાઓનો છંટકાવ નાના છોડવા ઉપર ટાળવો.
✔ ચૂંસિયાં જીવાતની મોજણી માટે એકરે 5 પીળા ચીકણા ટ્રેપ્સ અવશ્ય ગોઠવી દેવા.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.