AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં સંકલિત કીટ વ્યવસ્થાપન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં સંકલિત કીટ વ્યવસ્થાપન
• ઉનાળામાં ઊંડી ખેડ કરવી,જેનાથી કપાસની ઈયર સુષુપ્ત અવસ્થામાં નાશ થાય છે. ખેતરમાં પાકના વધેલ અવશેષ ના રાખવા. તેને જૂન મહિના પહેલા જ સળગાવી દેવા. • લીમડાના બીજ ભેગા કરો અને તેને નીમ અર્ક બનાવવા માટે સુકવો. • મિલીબગને નિયંત્રિત કરવા માટે ખેતરના શેઢા પાળેથી નિંદામણ દૂર કરવા. • કપાસના ખેતરના ચારે તરફ મકાઈ, ગલગોટા,એરંડા અને ચોળી ની ખેતી કરો. • કપાસના ખેતરમાં આંતર પાક તરીકે તુવેર, લીલા ચણા, સોયાબીન ની ખેતી કરો.આ ઈયર પર કુદરતી દુશ્મનોની ગતિવિધિ વધારવા મદદ કરશે.
• આપને ખેતરમાં ઈયરના ઇંડા જોવા મળે તો ખેતરમાં ટ્રાઇક્રોગ્રામ ચિલોનિસ કીટના ઇંડા ફેલાવો ફરી પછી બીજી વાર 45 માં અને 55 માં દિવસે આજ પ્રક્રિયા ફરી કરો. • ચુસીયા જીવાતનું નિયંત્રણ કરવા માટે વર્ટીસિલિયમ લેકાની @ 40 ગ્રામ / 10 લિટર મુજબ છંટકાવ કરો. • ખેતરમાં પક્ષીઓ માટે T મુદ્રા માં લાકડી ઉભી કરો. • ખેતરમાં 4 ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર લગાવો અને ઈયરની સંખ્યા જાણો જેથી નુકસાન સ્તર ને જાણી શકાય. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર એક્સેલન્સ
84
0
અન્ય લેખો