AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં મીલીબગનું સંકલિત વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં મીલીબગનું સંકલિત વ્યવસ્થાપન
આ જીવાત મૂળ ભારતની નથી પરંતુ બીજા દેશોમાંથી દાખલ થઇ છે. સન ૨૦૦૬ માં ગુજરાતમાં અને ત્યાર પછી અન્ય રાજ્યોમાં જોવા મળી. દર વર્ષે વધતા-ઓછા પ્રમાણમાં કપાસમાં નુકસાન કરતી હોય છે. કપાસ ઉપરાંત અન્ય પાકોમાં પણ મીલીબગ જોવા મળે છે. હાલમાં પણ કેટલાક રાજ્યોમાં મિલિબગની શરુઆતના અહેવાલ મળેલ છે. જીવાત છોડના દરેક ભાગ ઉપર ચોંટી રહીને રસ ચૂસે છે. પાન વાંકાચૂકા અને બેડોળ થઇ વૃધ્ધિ અટકે છે. ઉપદ્રવિત પાન પીળા પડી સુકાઇ જઇ ખરી પડે છે. આ જીવાતથી પ્રકાશસંશ્વલેષણની પ્રક્રિયા પણ ખોરવાય છે. ચોમાસામાં વરસાદ ખેંચાય અથવા ચોમાસુ પુરુ થયા પછી મીલીબગની શરુઆત થતી હોય છે.
સંકલિત વ્યવસ્થાપન: o શેઢા-પાળા પર ઉગતા નિંદામણ સદંતર નાશ કરવા. o ચીક્ટો ઉપદ્રવિત નિંદામણ કે પાકના છોડને ઉપાડ્યા પછી વહેતા પાણીમાં પણ નાખવા નહીં પરંતુ તેમને તે જ જગ્યાએ બાળીને નાશ કરવો. o ખેતરમાં કીડીઓના દર શોધી કાઢી તેમાં ૧૦ લિટર પાણીમાં ૨૦ મિલિ કલોરોપાયરીફોસ ૨૦ ઇસી દવા ભેળવીને બનાવેલ પ્રવાહી મિશ્રણ રેડીને કીડીઓની વસાહતોનો નાશ કરવો. જરૂર પડે તો આ પ્રકારની માવજત પાકની અવધિ દરમ્યાન ૨ થી ૩ વખત આપવી. o પાકમાં ચીક્ટાનાં ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે વધુ ઉપદ્રવિત છોડને ઉપાડીને, જમીન ઉપર ન પડે તે રીતે કોથળામાં નાખી, ખેતરની બહાર લઇ જઇ, તાત્કાલીક બાળી નાખવા. o ખેત ઓજારો જેવા કે હળલાકડા, કરબ, ટ્રેકટર વગેરેને ચીક્ટો ઉપદ્રવિત ખેતરમાં ઉપયોગ કર્યા પછી તંદુરસ્ત ખેતરમાં ખેડ કરવા જતા પહેલાં પાણીનાં ફુવારાથી બરાબર સાફ કરીને અથવા કીટનાશી દવાનો છંટકાવ કરી ઉપયોગ કરવો. o કપાસના પાકમાં મીલીબગ ઉપર એનાસિયસ બમ્બાવાલે નામની ભમરીઓ ૪૦ થી ૭૦ ટકા પરજીવીકરણ કરે છે. આવા કુદરતી નિયંત્રકોની હાજરી હોય ત્યારે ઝેરી કીટનાશી દવાનો છંટકાવ કરવાનું ટાળવું. o ઉભા પાકમાં નિયમિત રીતે નિરીક્ષણ કરતા રહેવુ. જો શરૂઆતમાં છુટા છવાયા છોડ પર ચીક્ટાનો ઉપદ્રવ જણાય તો તેવા છોડ ઉપર જ ભલામણે જંતુનાશક દવાનો છંટકાવ કરવો કે જેથી આગળ વધતા અટકાવી શકાય. o ઉપદ્રવની શરુઆતે લીંબોળીનું તેલ ૪૦ મિ.લી. અથવા લીમડા આધારીત જંતુનાશક દવા ૧૦ મિ.લી. (૧ ઇસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઇસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. o હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે લેકાનીસીલીયમ લેકાની નામની રોગપ્રેરક ફુગ ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. o પાકમાં ચીક્ટાનો ઉપદ્રવ વધારે જણાય ત્યારે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૧૦ ગ્રામ અથવા બુપ્રોફેઝીન ૨૫ એસસી ૨૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લી. દવા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે જરૂરીયાત પ્રમાણે ૨-૩ છંટકાવ કરવા. દવાના દર ૧૦ લી પ્રવાહી મિશ્રણમાં કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ લેખે ઉમેરવાથી વધુ અસરકારક પરિણામ મળે છે. o દરેક છંટકાવ વખતે દવા બદલવી અને છોડ દવાથી પુરે પુરો ભીંજાય તેની કાળજી લેવી. o ચીક્ટો અસર-ગ્રસ્ત ખેતરમાં ઘેટા-બકરા કે અન્ય ઢોરને ચરવા માટે દાખલ થવા દેવા નહીં. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
537
3
અન્ય લેખો