ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસમાં પાન લાલ થવાની સમસ્યા
🍁કપાસ લાલ થઇ સુકાઇ જવાના પ્રશ્નો ખેડૂત આવવા માંડ્યા છે. મોટેભાગે કપાસ બે કારણોની લાલ થવા માંડે છે. પ્રથમ તડતડિયા જીવાત સામે સંતોષકારક પગલાં ન લેવાયા હોય તો પાન લાલ / બરઝટ થઇને સૂકાય જાય છે. બીજુ કારણ છોડની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ અને વાતાવરણ તેમ જ મુખ્ય/ સૂક્ષ્મ તત્વોની ઉણપ.ક્યા કારણોથી પાન લાલ થયા છે તે જાણવા માટે લાલ થયેલ પાનને હાથમાં લઇ મુઠ્ઠી વાળો અને પછી મુઠ્ઠી છોડી દો.
🍁હથેળીમાં જો પાનના ટુકડા-ટુકડા થઇ ભૂક્કા જેવુ થઇ જાય તો સમજવું કે પાન લાલ થવાનું કારણ તડતડિયાના નુકસાનને લીધે થયેલ છે, તેના માટે સમસસર આ જીવાતનું નિયંત્રણ કરો અને હથેળી ખોલતા જો પાન હતું એવું સપાટ દેખાય અને તેના ટુકડાં થયા નથી તો સમજવું કે પાન ઉપર દર્શાવેલ કારણોથી થયા છે.મેગ્નેસિયમ તત્વોની ઉણપના લીધે છોડના નીચેના ભાગના જુના પાનની નસો વચ્ચેનો ભાગ પીળો જોવા મળે જે પાછળથી રતાશ ક્લરનો દેખાય તથા નસો લીલી દેખાય વધારે નુકસાન થતા પાન વહેલા પરિપક્વ થઇને પાન જલ્દીથી તુટી જાય છે.તથા છોડના નીચેના પાન લાલ રંગના થઈ ઘીમે ઘીમે બદામી રંગના જોવા મળે છે
🍁જેના નિયંત્રણ માટે મેગ્નેશીયમ સલ્ફેટ ૧૦ કિલો/એકર પ્રમાણે જમીનમા આપવું. ખેડૂતોને સલાહ છે કે એક વાર જમીન ચકાસણી પ્રયોગશાળામાં અવશ્ય કરાવી લેવી કે જેથી જમીનમાં કયા પોષક તત્વોની ઉણપ છે અને તે પ્રમાણે યોગ્ય પગલાં લઇ શકાય.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!