ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઈયળ, પાણી પહેલા પાળ બાંધો !
👉 છેલ્લા કેટલાક વર્ષોથી કપાસમાં ગુલાબી ઇયળનો પ્રકોપ વધતો જાય છે.
👉 પિયતી વિસ્તારના ખેડૂતો મે મહિનામાં કપાસની વાવણી શરુ કરી દેતા હોય છે.
👉 કોઇ પણ જાત આ જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવતી નથી, કોઇ કહે તો ભરમાશો નહિ.
👉 જે વિસ્તારમાં આનો ઉપદ્રવ ગયા વર્ષે હશે તો આ વખતે પણ ઉપદ્રવ રહેશે જ.
👉 ઇયળની અસરકારકતા ઓછી કરવા માટે કેટલાક પગલાં વાવણી પહેલા અને વાવણી વખતે લઇ આગોત્તરુ આયોજન કરવું જરુરી છે.
👉 અગાઉ કપાસની કરાંઠીઓ ખેતરની આજુબાજુ ઢગલો કરી રાખ્યો હોય તો સત્વરે નિકાલ કરો.
👉 આ કરાંઠી પડી હોય તો શ્રેડરની મદદથી ટૂંકડાં કરી સેન્દ્રીય ખાતર બનાવો.
👉 કરાંઠીઓનો ઉપયોગ અન્ય હેતું માટે કે વેલા ચઢાવવા માટે કરવો નહિ.
👉 તમારા ખેતરની નજીક જો જીનીંગ ફેક્ટરી હોય તો ત્યાં ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ ગોઠવી દો.
👉 જો જીનીંગ ફેક્ટરીવાળા ટ્રેપ્સ ન મૂંકે તો આપ આપના ખેતરમાં એકરે પ જેટલા ટ્રેપ્સ ગોઠવી દો.
👉 ખેતરની નજીક કરાંઠીઓ બળતણ માટે ઢગલો કરી રાખ્યો હોય તો તેના ઉપર ગ્રીન નેટ ઢાંકી દો.
👉 આપના વિસ્તારમાં દરવર્ષે ઉપદ્રવ વધારે રહેતો હોય તો કપાસની વહેલી કે મધ્યમ મોડી પાકતી જાત (પ થી ૬ મહિના પાકની અવધિવાળી જાત) પસંદ કરો.
👉 અનુંભવે ઉપદ્રવ વધારે રહેતો હોય તો કપાસની વાવણી વરસાદ પડ્યા પછી કરવી હિતાવહ છે.
👉 હવે નોન-બીટી પેકેટમાં મિશ્ર કરીને અપાતું હોવાથી અલગથી રેફ્યુજા કરવાની જરુરિયાત નથી.
👉 જે ખેતરમાં ગયા વર્ષે કપાસ કર્યો હોય ત્યાં ફરી ન કરતા પાકની ફેરબદલી કરવી.
👉 વાવણી પહેલા ખેતરની ઉંડી ખેડ કરી જમીન તપવા દેવી.
👉 વાવણી વખતે ભલામણ પ્રમાણે જ નાયટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર વાપરો.
👉 સેન્દ્રીય ખાતરો જેવા કે દિવેલીનો કે લીમડાનો ખોળ વાવણી પહેલા જમીનમાં આપો.
👉 એકલો કપાસ કરવા કરતા તુવેર કે દિવેલા આંતરપાક લેવાય તે રીતે આંતરપાકનું આયોજન કરો.
👉 એગ્રોસ્ટારની ગોલ્ડ લાઈવ ટ્રીટમેન્ટ અપનાવો અને તેમના માર્ગદર્શનને અનુસરો.
👉 કપાસ બીજ ખરીદવા માટે ulink://android.agrostar.in/productlist?sku_list=AGS-S-029,AGS-S-2214,AGS-S-2832,AGS-S-2833,AGS-S-2217,AGS-S-058,AGS-S-2828&pageName= ક્લિક કરો.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.