ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઇયળનો પ્રકોપ ઓછો રહે તે માટે વાવણી પહેલા અને વાવણી વખતે શી કાળજી રાખશો?
જે વિસ્તારમાં ગયા વર્ષે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ થયેલ હોય તો તે વિસ્તારમાં આ જીવાત ફરી આવવાની પૂરેપુરી શક્યતા રહેલી છે. જેથી આ વખતે નવા કપાસની વાવણી કરતા પહેલા કેટલાક પગલાં લેવા આવશ્યક છે અને થોડુ આગોત્તરુ આયોજન પણ જરુરી છે. • અગાઉ પુરા થઇ ગયેલા કપાસના અવશેષો ભેગા કરી સેન્દ્રીય ખાતર બનાવો. • જો હજુ સુધી કરાઠી ખેતરમાં કે ખેતરના શેઢા ઉપર પડી હોય તો તેનો નિકાલ કરો. • કરાઠીને શ્રેડરની મદદથી ભૂકો/ટૂકડા કરી સેન્દ્રીય ખાતર બનાવી શકાય. • કરાંઠીઓનો ઉપયોગ અન્ય હેતુ માટે કરવું નહિ. • જીનીંગ ફેક્ટરીમાં ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ્સ ગોઠવવા. • જો તમારુ ખેતર જીનીંગ ફેક્ટરીની બાજુમાં હોય તો સત્વરે પાંચેક ગુલાબી ઇયળના ફિરોમોન ટ્રેપ ગોઠવી દો. • બળતણની કરાંઠીના ઢગલાને પ્લાસ્ટીક કે શણના કંતાનથી ઢાંકી દેવા. • કરાંઠીના ઢગલા ખેતરના શેઢે કે નજીકમાં રાખવા નહિ. • વહેલી પાકતી કપાસની જાત પસંદ કરો. • વહેલી વાવણી કરવાથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ થવા સંભવ છે, સમયસર વાવણી કરો. • નોન-બીટી બિયારણનું આશ્રય (રેફ્યુજા) પાક તરીકે વાવેતર અવશ્ય કરવું. • સપ્રમાણ ખાતર અને પિયતનો ઉપયોગ કરવો. • પાકની ફેરબદલી અપનાવવી અને આંતરપાકનું વાવેતર કરવું. • એગ્રોસ્ટારની ગોલ્ડ ટ્રીટમેન્ટ અપનાવો અને તેમના માર્ગદર્શનને અનુસરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ ગુરુ જ્ઞાન ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
111
1
સંબંધિત લેખ