કપાસમાં ગુલાબી ઇયળની શરુઆત થઇ ગઇ છે, અવશ્ય ધ્યાને લેશો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસમાં ગુલાબી ઇયળની શરુઆત થઇ ગઇ છે, અવશ્ય ધ્યાને લેશો !
👉મોટાભાગના વિસ્તારમાં અને જે ખેડૂતોએ ખૂબ જ વહેલી વાવણી કરી છે તેમાં આ ઇયળનો ઉપદ્રવ શરુ થઇ ગયેલ છે. 👉આપના પાકમાં કપાસના ફૂલોની પાંખડીઓ બિડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા દેખાતા હોય તો ચોક્કસ ગુલાબી ઇયળનો હુમલો થઇ ગયો છે તેમ સમજવું. 👉આવા ફૂલોને ખોલીને જોશો તો આપને ઇયળની પ્રથમ અવસ્થા કે જે સફેદ રંગની હશે. આપ જે પણ દવાનો છંટકાવ કરવાના હો તેના પહેલા આવા બિડાઇ ગયેલ ફૂલો ચાસે ચાસે ફરીને તોડીને જમીનમાં દાટી નાશ કરવા. 👉ફરોમોન ટ્રેપનો ઉપયોગ કરવા માંગતા હો તો એકરે ૧૫ જેટલા ગોઠવી દેવા. 👉આ ઇયળનો પ્રથમ છંટકાવ પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રિન ૪% ઇસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે કરવો. આ દવા ઇંડા તેમ જ ઇયળનાશક તરીકે કામ કરશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
8
1
અન્ય લેખો