AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસમાં આવી તેજી, આયાત બે ગણી થવાનો અનુમાન
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કપાસમાં આવી તેજી, આયાત બે ગણી થવાનો અનુમાન
ઘરેલુ બજારમાં કપાસ ની કિંમતો માં આવેલ તેજી થી ચાલુ સીઝન માં કપાસ ની આયાત વધીને 31 -32 લાખ ગાંસડી (એક ગાંસડી = 170 કિલોગ્રામ) થી વધુ થવાનો અનુમાન છે. ઉત્તર ભારત કોટન એસોસિએશન ઑફ ઇન્ડિયા (સી.એ.આઇ.) ના અધ્યક્ષ રાકેશ રાઠીએ જણાવ્યું કે ઉત્પાદક રાજ્યોમાં કપાસનું બાકી નો જથ્થો ઓછો હોવાના કારણે દૈનિક અવાક મર્યાદિત થઈ રહી છે. સપ્તાહભરમાં જ કપાસના ભાવમાં આશરે 2,000 રૂપિયા પ્રતિ કેન્ડીની તેજી આવીને ભાવ 46,000 થી 46,500 રૂપિયા પ્રતિ કેન્ડી થઈ ગયો છે, જ્યારે પાછલા સપ્તાહમાં ભાવ 44,000 થી 44,500 રૂપિયા પ્રતિ કેન્ડી હતો.
સીએઆઈના ચાલુ સિઝનમાં લગભગ 25 લાખ ગાંસડી ની આયાત સોદો થઈ ચુક્યો છે. કપાસની નિકાસમાં ઘટાડો ચાલુ સિઝનમાં 42 થી 43 લાખ ગાંસડી નો અંદાજ છે જ્યારે પાછલા પાક સિઝનમાં 69 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી. ચાલુ સિઝન 2018-19 માં કપાસનું ઉત્પાદન ઘટતાં 315 લાખ ગાંસડી (એક ગાંસડી =170 કિલોગ્રામ) ની ધારણા છે જ્યારે ગયા વર્ષે 365 લાખ ગાંસડી નું ઉત્પાદન થયું હતું. સંદર્ભ - આઉટલૂક એગ્રીકલ્ચર, 28 મે, 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
68
0