AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસનું આગોતરું વાવેતર કરવાથી થાય છે ઘણા ફાયદા!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસનું આગોતરું વાવેતર કરવાથી થાય છે ઘણા ફાયદા!
🌷હાયબ્રીડ જાત ૧પ-ર૦ દિવસના આગોતરા વાવેતરથી સામાન્ય વાવેતર કરતાં વધુ ઉત્પાદન મળે છે. 🌷કપાસનો પાક લીધા બાદ બીજો પાક લઈ શકાય છે અને ખેડૂત મિત્રોને પાકની ફેરબદલીનો પણ લાભ મળે છે. એકમ વિસ્તારમાંથી વધુ નફો મેળવી શકાય છે. 🌷ચુસીયા પ્રકારની જીવાતોનું પ્રમાણ ઓછું રહે છે. પરિણામે છોડની વૃદ્ધિ સારી થાય છે. 🌷પાક વહેલો પૂરો થવાથી અતિ ઠંડીના દિવસોમાં હીમથી પાકને નુકશાન થતું નથી. 🌷પાક વહેલો તૈયાર થવાથી શરૂઆતના સારા બજારભાવનો પણ લાભ મળે છે. 🌷કપાસ પાકની મુખ્ય જીવાતોના મહતમ ઉપદ્રવના ગાળા અગાઉ મોટા ભાગના જીંડવા તૈયાર થઈ જતા હોવાથી પાક સંરક્ષણનો ખર્ચ બચાવી શકાય છે. 🌷સમય મળતા લીલા પડવાશના પાકો વાવી જમીન સુધારણાની તક મળે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો