એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસની શરુઆતની અવસ્થાએ નુકસાન કરતા તડતડિયા !
➡️ આ જીવાતને ખેડૂતો લીલી પોપટી તરીકે પણ ઓળખે છે. પાન ઉપર આવેલ નસોની આજુબાજુ રહી તેના બચ્ચાં અને પુખ્ત બન્ને રસ ચૂંસીને નુકસાન કરતા હોય છે અને પાન કોડિયા જેવા થવા લાગે છે. ➡️ આ માટે સીધી જ રાસાયણિક દવા પર ન જતા એકાદ વાર લીમડા આધારિત દવા (૧૫ મિલિ (૧% ઇસી) થી ૪૦ મિલિ (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે ઉપયોગ કરવો. ➡️ ઉપદ્રવ વધારે હોય તો થાયોમેથોકઝામ ૨૫% ડબલ્યુજી ૪ ગ્રામ અથવા એસીફેટ ૫૦% + ઈમીડાક્લોપ્રીડ ૧.૮% એસપી ૨૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
13
3
અન્ય લેખો