AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસની શરુઆતની અવસ્થાએ કઇ પરિસ્થિતીમાં મોલોનું સંક્રમણ વધી શકે?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસની શરુઆતની અવસ્થાએ કઇ પરિસ્થિતીમાં મોલોનું સંક્રમણ વધી શકે?
હાલ ખેડૂતોનો કપાસ ચાસે પડી ગયો હશે. ચોમાસા દરમ્યાન જો વાદળછાયું અને ગરમી અને ઉકળાટવાળુ વાતાવરણ વધારે દિવસો સુધી રહે તો તેવા સમયે પાકમાં મોલોનો ઉપદ્રવ આવી જતો હોય છે. આવી પરિસ્થિતી નિર્માણ થતી જણાય તો સજાગ રહી મોલોની વસ્તિ વધતી જણાય તો સમયસર પગલાં અવશ્ય લેવા. આ જીવાતને આગળ વધતી અટકાવવા માટે કોઇ પણ બાયોપેસ્ટીસાઇડ જેવી કે વર્ટીસીલીયમ લેકાની ૪૦ ગ્રામ પ્રમાણે અથવા તો લીમડા આધારિત દવા ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ વાળી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. તેમ છતા ઉપદ્રવ વધતો જણાય તો થાયોમેથોક્ષામ ૨૫ ડબ્લ્યુજી દવા ૩ ગ્રામ/૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. આ વિડીયો પણ જુઓ https://youtu.be/jCj0eQ6vWsY 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
5
અન્ય લેખો