AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસની પાછલી અવસ્થાએ ગુલાબી ઇયળનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસની પાછલી અવસ્થાએ ગુલાબી ઇયળનું નિયંત્રણ
છેલ્લા કેટલાક વર્ષોથી ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ ઇયળની ફૂદી કળીઓ, ફૂલ અને વિકસતા જીંડવા ઉપર ઇંડા મૂકે છે જે નરી આંખે જોઇ શકાતા નથી. ઈંડામાંથી નીકળતી ઇયળ ફૂલ-ભમરીને કોરી અંદર જઇ નુકસાન કરે છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા આકારમાં(રોસેટ) ફેરવાઇ જાય છે.આ ઇયળથી ઉપદ્રવિત નાના જીંડવા,ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે. ઇયળ જીંડવાની અંદર દાખલ થઇ રુ તેમજ બીજને નુકસાન કરે છે.
સંકલિત નિયંત્રણ(આઇપીએમ):_x000D_  મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદાં પકડાય એટલે આવા ટ્રેપ 15-20 ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા._x000D_  કપાસનાં ખેતરમાં ફૂલ-ભમરી બેસવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડિયે છૂટા-છવાયા 20 છોડ પરથી ફૂલ-ભમરી, જીંડવાની ગણતરી કરવી અને તેમાથી જો 100 ફૂલ-ભમરી, જીંડવા કે ફૂલ-ભમરી અને જીંડવા પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો નીચે દર્શાવેલ કીટનાશક પૈકી કોઈ એક્નો છંટકાવ કરવો. _x000D_  ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 9.3% + લેમડા સાયહેલોથ્રીન 46% ઝેડસી દવા 5 મિલી અથવા સાયપરમેથ્રીન 10 ઇસી 10 મિલી અથવા ડેલ્ટામેથ્રીંન 2.8 ઇસી 10 મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન 2.5 ઇસી 10 મિલી અથવા ઇન્ડોક્ષાકાર્બ 15.8 ઇસી 5 મિલી અથવા એમામેક્ટીન બેંજોએટ 5 એસજી 5 ગ્રા. અથવા સ્પીનોસાડ 45 એસસી 3 મિલી અથવા ડેલ્ટામેથ્રીન 1% + ટ્રાયઝોફોસ 35% ઇસી 10 મિલી અથવા ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5 ઇસી 10 મિલી કીટનાશક પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો._x000D_  બીજ ઉત્પાદન કરતા ખેડૂતો ફલીનીકરણ વખતે નર ફૂલની પાંખડીઓ તોડીને જમીન ઉપર નાંખી દેવી નહિ._x000D_  કીટનાશકનો છંટકાવ કરતા પહેલાં કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ/ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો._x000D_  અનુભવ મુજબ, મોનોક્રોટોફોસ અને એસીફેટ જેવી દવાઓ વારંવાર છંટકાવ કરવાથી પાકની અવધિ લંબાતા ગુલાબી ઇયળનો પ્રકોપ વધતો હોય છે, આવી દવાઓ ટાળવી. _x000D_  કપાસની વીણી પછી સંગ્રહ ન કરતા તરત જ વેચાણ માટે લઇ જવું._x000D_  ઉપદ્રવ શરુ થઇ ગયો હોય તો પિયત બંધ કરી કપાસનો પાક વહેલો પુરો કરવો._x000D_  પાક પુરો થયેથી તેના જડિયા અને પાકના અવશેષો ખેતરમાંથી નિકાલ કરવા અથવા તેનું સેન્દ્રિય ખાતર બનાવવું. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
550
1
અન્ય લેખો