ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાવ્યાપાર સમાચાર
કપાસની નિકાસ 19 ટકા વધવાની સંભાવના : સીએઆઇ !
કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઇ)એ પાક વર્ષ 2019-20 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં દેશમાં કપાસનો ઉત્પાદન અંદાજ 354.50 લાખ ગાંસડી મૂક્યો છે. પાછલા મહિને આ અંદાજ 335.50 લાખ ગાંસડી હતો. એસોસિએશનનો સિઝનની શરૂઆતમાં આ અંદાજ 354.50 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) હતો. નોંધનિય છે કે નવુ કોટન વર્ષ 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. આ ઉત્પાદન વર્ષ 2018-19માં 312 લાખ ગાંસડી હતુ. આવી રીતે કૂલ ઉત્પાદનમાં પાછલા વર્ષની તુલનાએ 42.5 લાખ ગાંસડીનો વધારો થશે.' સીએઆઇના મતે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી કોટનની કૂલ સપ્લાય 392.40 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જ્યારે 31 જુલાઇ 2020 સુધી આ સપ્લાય 345.40 લાખ ગાંસડી હતી. જુલાઇ સુધી કોટન આયાતનો અંદાજ 15 લાખ ગાંસડી મૂકાયો છે જ્યારે 1 ઓક્ટોબર 2019ના રોજ ઓપાનિંગ સ્ટોક 32 લાખ ગાંસડી હતો. ઓક્ટોબર 2019 થી જુલાઇ 2020મા કૂલ સ્થાનિક વપરાશ 206 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. સીએઆઇના મતે 31 જુલાઇ સુધી કોટનની નિકાસ 43 લાખ ગાંસડી રહી. જુલાઇ અંતમાં કોટનનો સ્ટોક 143.40 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જેમાંથી 15 લાખ ગાંસડી ટેક્સટાઇલ મિલોની પાસે છે જ્યારે બાકી 128.40 લાખ ગાંસડી સીસીઆઇ/ મહરાષ્ટ્ર ફેડરેશન તેમજ અન્ય (એમએનસી, એમસીએક્સ, વેપારીઓ અને જિનર્સ)ની પાસે છે.'' સીએઆઇના મતે 30 સપ્ટેમ્બરે સમાપ્ત થનાર સિઝનમાં કુલ કોટન સપ્લાય 402.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે જે પાછલા મહિને 382.50 લાખ ગાંસડી આંકવામાં આવી હતી. તેમાંથી ચાલુ સિઝનની 354.50 લાખ ગાંસડી તેમજ પાછલા વર્ષનો સ્ટોક 32 લાખ ગાંસડી છે. જ્યારે આયાતી કોટન 16 લાખ' ગાંસડી છે.આ સિઝનમાં કોટનની આયાત પાછલા સિઝનની તુલનાએ અડધી 16 લાખ રહેવાની સંભાવના છે જે પાછલી સિઝનમાં 32 લાખ ગાંસડી હતી. સીએઆઇ એ સમગ્ર પાક વર્ષની માટે સ્થાનિક વપરાશ 250 લાખ ગાંસડી આંકવામાં આવ્યો છે જે પૂર્વ અંદાજની તુલનામાં 30 લાખ ગાંસડી ઓછો છે. સીએઆઇએ ચાલુ સિઝનમાં કોટનની નિકાસ 50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે જે અગાઉના અંદાજ કરતા વધારે છે. કોટનનો કેરી ઓવર સ્ટોક 102.50 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે.' સીએઆઇએ ચાલુ સિઝનમાં ઉત્તર ઝોનમાં કોટનનું ઉત્પાદન 63 લાખ ગાંસડી અંદાજ્યો છે. આ ઝોનમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સામેલ છે. મધ્યઝોનમાં કોટનનો ઉત્પાદન અંદાજ 194.50 લાખ ગાંસડી મૂકાયો' છે. મધ્યઝોનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ શામેલ છે. દક્ષિણ ઝોનમાં કોટન ઉત્પાદન 92.25 લાખ ગાંસડી રહેશે. આ ઝોનમાં તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુ સામેલ છે. ઓરિસ્સામાં 3.75 લાખ ગાંસડી તેમજ અન્ય સ્થળે એક લાખ ગાંસડી કોટનનું ઉત્પાદન થશે.
સંદર્ભ : vyapar. સમાચાર ને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
43
9
સંબંધિત લેખ