એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસની છેલ્લી વીણી પછી આટલું અવશ્ય કરશો !
કપાસની કરાંઠીઓ અને શેઢા-પાળા ઉપર ઉગેલ કપાસના અડાઉ છોડવા ઉપાડી લેવા. કરાંઠીઓનો ઢગલો ખેતરમાં કે શેઢા-પાળા ઉપર ન કરતા તેમનો ઉપયોગ સેન્દ્રિય ખાતર બનાવવા માટે ઉપયોગ કરો. છેલ્લી વીણી પછી ઘેટાં-બકરાં ખેતરમાં છુટ્ટા મૂંકી દો. કરાંઠીનો ઢગલો કર્યો હોય તો તેને ગ્રીન નેટથી ઢાંકી દઇ તેમાં ગુલાબી ઇયળના ફૂંદા પકડવા માટે એકાદ ફેરોમોન ટ્રેપ અવશ્ય મૂકો. મિલીબગ્સથી અસરગ્રસ્થ છોડવા અલગ તારવી તેમનો સંપૂર્ણપણે નાશ કરો. વિણેલ કપાસનો સત્વરે વેચાણ કરી દો. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
43
3
અન્ય લેખો