સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
કપાસની છેલ્લી વિણી પછી આટલું અવશ્ય કરશો !
👉ખેડૂતો આ મહિના અંતે છેલ્લી વિણી લઇ અન્ય શિયાળુ પાક તરફ વળે છે, ખૂબ સારી વાત છે. 👉ગુલાબી ઇયળનો પ્રકોપ ડિસેમ્બર પછી વધતો હોવાથી પાકનો અંત લાવવો ડહાપણભર્યુ ગણાશે. 👉પિયત આપી-આપીને પાકને લંબાવવાની લાલચમાં ગુલાબી ઇયળનો અસાધારણ વધારો થાય છે. 👉કેટલાક ખેડૂતો માર્ચ-એપ્રીલ સુધી પાક લંબાવતા હોવાથી ગુલાબી ઇયળનો જીવનક્રમ એકધારો રહેવાથી આવતા વર્ષના કપાસ માટે એક ખતરોરુપ સાબિત થાય છે. 👉કપાસમાં છેલ્લે અપાતુ પિયત બંધ કરવું અને પાકનો અંત લાવવો. 👉કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ-કળી-જીંડવા ભેગા કરી સેન્દ્રિય ખાતર બનાવો. 👉કરાંઠીઓનો ઢગલો શેઢા-પાળા ઉપર ન કરતા તેનો ઉપયોગ સેદ્નિય ખાતર બનાવવા માટે કરો. 👉કરાઠીઓનો ઢગલો કરેલ હોય તો તેને ગ્રીન નેટથી ઢાંકી તેમા એક ટ્રેપ મૂંકો. 👉 કરાંઠીનો ઉપયોગ વેલાવાળા શાકભાજી ચઢાવવા માટે ટેકા તરીકે ઉપયોગ ન કરો. 👉છેલ્લી વીણી પછી ખેતરમાં ઘેટાં-બકરાં તથા ઢોરને ચરવા છુટ્ટા મૂંકી દો. 👉પાક પૂર્ણ થતાં તેના અવશેષો શ્રેડરથી ભૂકો/ટૂકડાં કરી પોતાના માટે સેન્દ્રિય ખાતર બનાવો. 👉ઘરમાં સંગ્રહ કરેલ કપાસમાં ગુલાબી ઇયળનું એક ફેરોમોન ટ્રેપ ગોઠવી રાખો. 👉આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પૂરુ કરો. 👉જીનમાં પડી રહેલ કચરાનો સેન્દ્રિય ખાતર બનાવવામાં ઉપયોગ કરો. 👉ફેક્ટરીમાં અને તેની આસપાસના ખેતરોમાં ગુલાબી ઇયળના ફેરોમોન ટ્રેપ્સ છેક મે મહિના સુધી ચાલુ રાખવા હિતાવહ છે. 👉 ફેક્ટરીના કંમ્પાઉન્ડમાં ઉગી નીકળતા કપાસના છોડવાઓનો નિયમીત નિકાલ કરતા રહો. 👉જીનીંગ દરમ્યાન નુકસાન પામેલ કપાસિયાં/બી ખાડો કરી દાટી દો અથવા સેંદ્રિય ખાતર બનાવો. 👉એગ્રોસ્ટાર, કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી ખાતુ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંપર્કમાં રહી તેમની સલાહને અનુસરી આવતા વર્ષ માટે ગુલાબી ઇયળનો પ્રભાવ ઓછો કરો અને સ્માર્ટ ખેડૂત બનો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
5
અન્ય લેખો