ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાન લાલ થઈ ખખડી જાય, તો આટલું અવશ્ય કરો !
✔️ ચોમાસાની સીઝન પુરી થતા ગોરાડુ કે મધ્યમ હલકી જમીનમાં કરેલ કપાસ ધીરે ધીરે લાલ થઇ ખખડી જતો હોય છે. ✔️ ઠંડીની શરુઆત થતા રાત્રીનો તાપમાન ૨૧૦ સે.ગ્રે.થી ઓછું થવા લાગે ત્યારે પાન લાલ થવાની પ્રક્રિયા છોડમાં શરુ થઇ જતી હોય છે. ✔️આ એક છોડની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ અને સૂક્ષ્મ તત્વોની ઉણપને લીધે થતો હોય છે. છોડ ઉપર જીંડવાનું પ્રમાણ ભારે હોય તો પાન લાલ થવાની ક્રિયા ઝડપથી બનતી હોય છે. ✔️પાન લાલ થવા માટેનું એક બીજુ કારણ પણ છે અને તે તડતડિયા જીવાતનો ઉપદ્રવ. આ કારણ હોય તો તે જાણવા માટેની એક સરળ પધ્ધતિ: લાલ થયેલ પાનને હાથમાં લઇ મુઠ્ઠી વાળો અને પછી મુઠ્ઠી છોડી દો. હથેળીમાં જો પાનના ટુકડા-ટુકડા થઇ ભૂક્કા જેવુ થઇ જાય તો સમજવું કે લાલ થવાનું કારણ તડતડિયા છે. જો હથેળી ખોલતા જો પાન હતું એવું સપાટ દેખાય અને તેના ટુકડાં થયા નથી તો સમજવું કે પાન ઉપર દર્શાવેલ કારણોથી થયા છે. ✔️શરુઆતમાં પાનની કિનારી પીળી પડે છે અને ત્યારબાદ પાનની આતંરનશો વચ્ચેની જગ્યા ✔️લાલ રંગમાં ફેરવાઇ જાય છે અને છેવટે પાન ખરી પડતા હોય છે. ✔️એક વાર પાન લાલ થઇ ગયા પછી ફરી લીલા કરી શકાતા નથી. ✔️કપાસમાં સમયસર પૂર્તિ ખાતર આપવું. ✔️૧ થી ૧.૫ ટકાનો યુરિયાના ૨ થી ૩ છંટકાવ દર ૧૦ દિવસના ગાળે કરવા. ✔️યુરિયાની જગ્યાએ ડીએપી ૨ ટકાનું છંટકાવ પણ કરી શકાય. ✔️મેગ્નેશિયમની ઉણપ નિવારવા મેગ્નેશિયમ સલ્ફેટ ૨૦ થી ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે અઠવાડિયે એક વાર છંટકાવ અવશ્ય કરવું. ✔️જમીનમાં ભેજની ઉણપ વર્તાય કે તરત જ એક પિયત આપવું. ✔️પાણી ભરાઇ ન રહે તે જોવું. પાણી ભરાવાથી મેગ્નેશિયમ અને અન્ય તત્વો અલભ્ય બને છે. ✔️દર વર્ષે આ સમશ્યા આવતી હોય તો આવતા વર્ષે કપાસની વાવણી કરતી વખતે જ અન્ય ✔️ખાતરોની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ ૨૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે અવશ્ય આપવું. ✔️જમીન ચકાસણી કરાવી કયા પોષક તત્વોની ઉણપ છે તે જાણી લેવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
19
6
અન્ય લેખો