એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાન કોકડાય છે? તો જાણો કારણ !
👉 તડતડિયા કે જેને ખેડૂતો લીલી પોપટી તરીકે ઓળખે છે. આ જીવાત રસ ચૂંસતી વખતે તેની લાળ પાનમાં જવાથી તેમાં રહેલા કેટલાક રસાયણોને લીધે પાન ઉપરની તરફ કોકડાઇને કોડિયા જેવા દેખાતા હોય છે.
👉 વધુ નુકશાનથી પાન પ્રથમ કીનાળી પરથી પીળા પડવા લાગે છે ત્યાર બાદ લાલ થઇ જાય છે.
👉 શરુઆતથી જ કપાસના છોડનું નિરિક્ષણ કરતા રહો અને પાનની નીચે લીલા રંગના અને ત્રાંસા દોડતા હોય તો તે તડતડિયા જ છે.
👉 તેના અટકાવ માટે એસીફેટ 50 + ઈમીડાક્લોપ્રીડ 1.8 એસપી 20 ગ્રામ અથવા એસીફેટ 75 એસપી 10 ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ 70 ડબ્લ્યુજી 4 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
👉 કપાસ માં નીંદણ ની આડઅસર થી બચવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/8z2_ERb9ihI
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.