AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન _x000D_
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન _x000D_
• ઉનાળામાં ઊંડી ખેડ કરવી, જમીનમાં રહેલ ઇયળ કે કોશેટાની સુષુપ્ત અવસ્થામાં નાશ થાય. • ખેતરમાં પાકના વધેલ અવશેષ જેવા કે ગયા વર્ષની કરાઠી વિગેરે રાખવા નહિ અને તેમને જૂન મહિના પહેલા જ સળગાવી દેવા કરતા ઓર્ગેનિક ખાતર બનાવવું. • લીમડાના બીજ ભેગા કરી રાખો અને જરુર પડે ત્યારે તેમાથી મીંજનો અર્ક બનાવી શરુઆતમાં જીવાત નિયંત્રણ માટે છંટકાવ કરી શકાય. • મિલીબગ ખેતરના શેઢા પાળા ઉપર આશ્રય લેતા હોય છે તેમને ચોમાસા પહેલા દૂર કરવા. • કપાસના ખેતરના ચારે તરફ મકાઈ, ગલગોટા, એરંડા જેવા પાકની એકાદ બે હરોળ કરવી. • કપાસના ખેતરમાં આંતર પાક તરીકે તુવેર કે સોયાબીન લેવાથી જીવાતના કુદરતી દુશ્મનોની વસ્તિ વધારી શકાય છે. • જરુર જણાય ત્યારે પરજીવી કિટક ટ્રાયકોગ્રામા ભમરીના ઇંડા ભલામણ પ્રમાણે ખેતરમાં છોડવ. • ચુસીયા જીવાતનું નિયંત્રણ કરવા માટે વર્ટીસિલિયમ લેકાની, ફૂગ આધારિત દવા @ 40 ગ્રામ / 10 લિટર મુજબ છંટકાવ કરો. • ખેતરમાં પક્ષીઓને આકાર્ષવા માટે ‘T’ આકારના ટેકા ઉભા કરવા. • ઇયળોની વસ્તિની આગોતરી જાણકારી માટે હેક્ટરે પાંચ જેટલા ફિરોમોન ટ્રેપ મૂકવ
આપેલ માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
56
0
અન્ય લેખો