ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
કપાસના પાકમાં પેરા વિલ્ટીંગની સમસ્યા અને તેનું નિયંત્રણ.
👉પાન શરૂઆતમાં પીળા પડી જાય છે. ધીમે ધીમે છોડ ઝાંખો પીળો પડી અને પાણીની તાણ અનુભવતો હોય તેમ લાગે છે.પાન મુરજાઈને છોડ મરી જાય છે.પેરા વિલ્ટીંગ માટે ધણા કારણો જવાબદારહોય છે જેવા કે ઘણી વખત છોડમાં ખોરાક અને પાણી લઈ જતી વાહિનીઓ બંધ થઈ જવાથી છોડ સુકાય છે. અમુક વખત જૈવિક પરીબળો આ સુકારા સાથે સંકળાયેલા હોય ત્યારે. હલકી ઢાળવાળી જમીનમાં પિયત માટેના લાંબા કયારામાં ઉપરની બાજુએથી પાણી/ ખાતર ઢાળની દિશામાં વહી જવાથી ઉપરના ભાગમાં પાણી અને ખાતરની ઉણપને કારણે છોડ સુકાતા જોવા મળે છે.હલકી જમીનમાં વાવેતર થવાથી ઘણીવખત જમીનમાંથી જરૂરી પોષક તત્વો છોડ ન લઈ શકવાને કારણે સૂકાય છે.જેના નિયંત્રણ માટે એમોનિયમ સલ્ફેટ ૨૫ કિલો તથા કોપર 1( કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુ.જી.) 500 ગ્રામ અને TMT 70 (થિયોફેનેટ મિથાઈલ 70% WP) 500 ગ્રામ અને મૂળના સારા વિકાસ માટે હુમિક પાવર 500 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે મિશ્રણ કરીને જમીનમાં આપવું.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!