ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના નાના છોડવાને ભૂખરા ચાંચવાથી સુરક્ષિત રાખો
➡ આ જીવાતનો કીડો જમીનમાં રહી નવા વિકસતા મૂળને નુકસાન કરતી હોવાથી ચીમળાયેલ છોડવા હાથથી ખેંચતા તે સહેલાઇથી ખેંચાઇ આવે છે.
➡ છોડવા ટાપાંમાં સુકાતા જણાય છે.
➡ ઘણી વખત આ નુકસાન ખુબ જ નજીવું હોવાથી ધ્યાનમાં આવતું નથી.
➡ પુખ્ત કિટક પાનની કિનારીઓ ચાવીને અથવા તો પાન પર ગોળ છિદ્રો પાડી નુકસાન કરે છે.
➡ કોઈક વાર પાનની આખી કિનારી ખવાઈ જાય છે.
➡ છેલ્લા થોડા વર્ષોથી આ જીવાતનો ઉપદ્રવ વધતો જોવા મળેલ છે.
➡ આ જીવાતનો વધુ પડતો ઉપદ્રવ જણાય તો ડાયમેથોએટ 30 ઇસી દવા 20 મિલિ અથવા ક્વિનાલફોસ 25 ઇસી દવા 20 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ થઈ જતું હોય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો