ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના કુમળા નાના છોડને નુકસાન કરતી જીવાત “ફ્લી બીટલ્સ” !
➡ કપાસ બે કે ચાર પાંદડે થયો હોય ત્યારે આ જીવાતની પુખ્ત અવસ્થા પાન ઉપર છુટા-છવાયા ગોળ નાના નાના છિદ્રો પાડી પાન ઉપર કાણાં પાડે છે.
➡ આવા ગોળ કાણાંની આજુબાજુ આપને પીળાશ જોવા મળશે.
➡ શેઢા-પાળા ઉપર જો નિંદામણ વધારે પડતું હોય તો આ જીવાત ખેતરમાં પણ આવી શકે છે.
➡ કપાસની વહેલી કરેલ વાવણીવાળા ખેતરમાં આનો ઉપદ્રવ સવિશેષ રહે છે.
➡ આની ઇયળ જમીનમાં રહે છે અને તે પણ છોડના મૂળને નુકસાન પહોંચાડી શકે છે.
➡ મોટાભાગે ચૂંસિયાં જીવાત માટે છંટાતી દવાથી આનું પણ નિયંત્રણ થઈ જતું હોય છે.
➡ કુમળા છોડ હોવાથી લીમડા આધારિત મળતી તૈયાર દવા જેવી કે એઝાડીરેક્ટીન 10000 પીપીએમ (1% ઇસી) 10 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરી જીવાતને કાબૂંમાં રાખી શકાય છે.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.