AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કપાસના ઉત્પાદનમાં 13.62% વૃદ્ધિનો અંદાજ
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
કપાસના ઉત્પાદનમાં 13.62% વૃદ્ધિનો અંદાજ
પ્રથમ ઓક્ટોબરથી શરૂ થયેલી ચાલુ પાક સીઝન 2019-20માં કપાસનું ઉત્પાદન 13.62 ટકા વધીને 354.50 લાખ ગાંસડી (એક ગાંસડી -170 કિલો) થવાનો અંદાજ છે. ઓક્ટોબર -નવેમ્બરમાં પાંચ લાખ ગાંસડી કપાસની નિકાસના સોદા થયા છે, જ્યારે આટલા જથ્થાની આયાત પણ થઈ છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીએઆઈ) ના બીજા અંદાજ મુજબ કપાસનું ઉત્પાદન 354.50 લાખ ગાંસડી હોવાનો અંદાજ છે જ્યારે ગયા વર્ષે માત્ર 312 લાખ ગાંસડીનું ઉત્પાદન થયું હતું. સીએઆઈએ કેટલાક રાજ્યોમાં ઉત્પાદન અંદાજમાં સુધારો કર્યો છે. મંડળના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં ઉપજ 2.50 લાખ ગાંસડી ઘટીને પ્રથમ અનુમાન 65.5 લાખ ગાંસડીના અંદાજની સામે 63 લાખ ગાંસડી થઈ શકે છે. મધ્ય પ્રદેશમાં ઉત્પાદન એક લાખ ગાંસડી ઘટીને 196 લાખ ગાંસડીની જગ્યાએ 195 લાખ ગાંસડી થવાની સંભાવના છે. સીએઆઈના જણાવ્યા અનુસાર, વર્તમાન પાક સીઝનના પ્રથમ બે મહિનામાં ઓક્ટોબર-નવેમ્બરમાં કપાસની નિકાસ 5 લાખ ગાંસડી થઈ હતી, જ્યારે આટલી માત્રામાં જ આયાત પણ કરવામાં આવી છે. કપાસની આયાત ચાલુ સિઝનમાં ઘટીને 25 લાખ ગાંસડી થવાની સંભાવના છે. જ્યારે ગયા વર્ષે કપાસની 32 લાખ ગાંસડીની નિકાસ કરવામાં આવી હતી. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 12 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
104
0