સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
કપાસના ઉગતા નાના છોડને જીવાતના હુમલાથી સાચવજો
• કપાસના કુમળા નાના છોડવાને કેટલીક જીવાતોથી નુકસાન થતુ હોય છે. • કાળજી ન રાખવામાં આવે તો એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટતી જાય છે. • કેટલીક અન્ય જીવાતોથી કુમળા નાના છોડને નુકસાન થતું જોવા મળેલ છે. • મુખ્યત્વે ઉધઇ, કીડીઓ, ભૂખરુ ચાંચવું, પાન કોરિયું, ખપૈડી વગેરે નુકસાન કરી જાય છે. • જો લીલો પડવાશ કર્યો હોય તો જમીનમાં દાબ્યા પછી કોહવારા માટે પુરતા દિવસો ન આપવાથી ઉધઇ આવી શકે. જો વરસાદ ન થયો હોય તો છેવટે પિયત આપી દેવું કે જેથી કહોવાવાની પ્રક્રિયામાં ઝડપ આવે. • જે ખેતરમાં દર વર્ષે ઉધઇનો પ્રશ્ન આવતો હોય તેવા ખેતરમાં હેક્ટરે ચાર લીટર દવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ઓરવણ (પિયત) સાથે ટીપે-ટીપે આપી તો ઉધઇનો પ્રશ્ન નહિવત હશે. • કપાસ ઉગ્યા પછી જો ઉધઇથી છોડ મરતા હોય તો આ દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે દરેક છોડને નોઝલ કાઢી ટૂઆ આપવા. • શેઢા-પાળા ઉપર કીડીઓના દર વધારે હોય તો તેવા દરમાં ઉપર પ્રમાણે બનાવેલ દવા દરેડવી. • ચાંચવાના અટકાવ માટે લીંબોળીનું તેલ અથવા લીમડા આધારિત તૈયાર દવાઓનો છંટકાવ કરવો. • ચાંચવાનો ઉપદ્રવ વધુ હોય તો જ મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ પ્રતિ ૧૦ લિ પાણી પ્રમાણે છંટકાવ કરવો. • ક્યારેક વાયરવર્મ (ગોરાડું જમીનમાં), ડાર્કલીંગ બીટલ્સ (જમીન નજીકથી છોડને કાપી નાંખે) અને ચીન્ચ બગ (કુમળા છોડના પાન ઉપરથી રસ ચૂંસે) પણ જોવા મળે છે. • બીજને દવાની માવજત આપેલ હોવાથી ચૂંસિયા જીવાત સામે રક્ષણ તો મળે જ છે. તેમ છતાં એકલ-દોકલ દેખાય તો જંતુંનાશક દવાઓની જગ્યાએ લીમડા આધારિત અથવા બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
4
સંબંધિત લેખ