AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કદંબના ઝાડના ફાયદા: આ રોગો માટે તો છે રામબાણ ઈલાજ !
સ્વાસ્થ્ય સલાહGSTV
કદંબના ઝાડના ફાયદા: આ રોગો માટે તો છે રામબાણ ઈલાજ !
કદંબનું ઝાડ એક સુંદર અને મોટુ શાનદાર ઝાડ છે. આ ઝાડ ખાસ કરીને પોતાના ઔષધિય ગુણો માટે જાણીતું છે. કારણ કે તે કેટલીય બિમારીઓને દૂર કરવામા મદદ કરે છે. તો આવો જાણીએ તેના લાભ વિશે… ✨ બ્લડ શૂગર લેવલ ઓછુ કરવા- કેટલાય સંશોધનમાં એ સામે આવ્યુ છે કે કદંબના પાંદડા, છાલ અને મૂળ બ્લડ શુગરના સ્તરને ઓછુ કરવામાં મદદગાર સાબિત થાય છે. ✨ દુખાવામાં રાહત- ભારતમાં કદંબના ઝાડનો ઉપયોગ કોઈ પણ પ્રકારના દુખાવામાંથી રાહત મેળવવા માટ આયુર્વેદિક ઔષધિ તરીકે તેનો ઉપયોગ થાય છે. ✨ એન્ટીમાઈક્રોબોયલ અને એન્ટીફંગલ એજન્ટ- પ્રાચીન સમયમાં ચામડીના રોગની સારવાર માટે એક એંટીમાઈક્રોબોયલ એજન્ટ તરીકે તેનો ઉપયોગ થતો હતો. આ દરમિયાન ઝાડના અર્કનો ઉપયોગ કરીને એક પેસ્ટ બનવામાં આવતી હતી. તેનો અર્ક કેટલાય બેક્ટેરિયા વિરુદ્ધ એન્ટીમાઈક્રોબોયલ એજન્ટ તરીકે કામ કરે છે. ✨લિવર માટે- કદંબના ઝાડમાં ક્લોરોજેનિક એસિડ હોય છે. જે એક રીતે એંન્ટીહેપેટોટોક્સિક છે. કેટલાય સંશોધન અનુસાર કદંબનું ઝાડનું અર્ક લીવરના સ્વાસ્થ્યને સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ✨મોટાપો ઓછો કરવામાં મદદ કરે છે- કદંબના ઝાડના છાલ અને મૂળિયામાં લિપીડ ઓછુ હોવાના કારણે મોટાપાને ઓછુ કરવામાં ખૂબ મદદ મળે છે. જે એક સંશોધનમાં આ વાત સામે આવી છે. ✨કેન્સર- કદંબ એક પ્રકારની એંન્ટીટ્યૂમર ગતિવિધિ ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ પ્રોસ્ટેટ કેન્સર, સ્તન કેન્સર અને પેટના કેન્સર સહિત કેટલાય પ્રકારના કેન્સરને ઓછુ કરે છે. ✨સ્વસ્થ પાચન તંત્ર- કદંબ પેટથી સંબંધિત કોઈ પણ સમસ્યા જેમ કે ઝાડા, પેટમાં અપચો, ઉલ્ટીની સારવાર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
11
2
અન્ય લેખો