AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કઠોળ પાક ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
કઠોળ પાક ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ !
👉વાવેતર સમય: ઠંડી ઓછી થાય ત્યારે એટલે કે, 15 ફેબ્રુઆરી થી 15 માર્ચ સુધી કરી શકો છો. 👉બીજ પસંદગી : દરેક પાક માં બીજ પસંદગી એક મહત્વનો ભાગ છે, જો આપણે ઓછી ઉપજ આપતા કે રોગ પ્રતિકારક શક્તિ ન ધરાવતા બીજ પસંદ કરીયે તો સરવાળે ખોટ તો આપણે જ આવે છે. 👉બીજ માવજત : જમીનજન્ય અને બીજ જન્ય રોગોથી રક્ષણ માટે ખાસ બીજ માવજત કરવી. બીજ વાવેતર પહેલા થાયરમ, કેપ્ટાન કે પછી કાર્બેન્ડાઈઝીમ 50% દ્વારા પટ આપવો. પ્રમાણ ની વાત કરીયે તો 1 કિલો બીજ દીઠ 3 ગ્રામ દવા નું પ્રમાણ લઇ બીજ માવજત આપવી. 👉ફુગનાશક નો પટ આપ્યા બાદ વાવણી ના 1 કલાક પહેલા રાઈઝૉબિયમ ક્લચર ની માવજત આપવી. પટ આપવા માટે એક પેકેટ જે 250 ગ્રામ નું આવે છે તે 8 થી 10 કિલો બીજ માટે પૂરતું છે. ખાસ ધ્યાન એ રાખવું કે પટ આપેલ બીજ ને છાંયડા માં રાખવું અને વહેલી તકે વાવેતર કરી દેવું. ખાતર વ્યવસ્થાપન : આપણે સૌ જાણીયે જ છીએ કે મગ એ કઠોળ પાક છે હવા માંથી નાઇટ્રોજન ખેંચી ને મૂળ સુધી પહોંચાડે છે એટલે તે પાક ને નાઇટ્રોજન તત્વની જરૂરિયાત રહેતી નથી. જો કે શરૂઆત ના વિકાસ માટે પાયા માં 20 કિલો નાઇટ્રોજન તત્વ આપવું તેમ જ ફોસ્ફરસ ની પૂરતી માટે 40 કિલો ફોસ્ફરસ તત્વ આપવું જરૂરી છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
4
અન્ય લેખો