AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કચરામાંથી કાળુ સોનું બનાવી આ મહિલાએ કમાણી કરી બમણી !
સ્માર્ટ ખેતીધ બેટર ઇન્ડિયા
કચરામાંથી કાળુ સોનું બનાવી આ મહિલાએ કમાણી કરી બમણી !
👉 નવસારી જિલ્લાના હાંસાપુર ગામનાં હેમલત્તાબેન ઘરના જ છાણ અને લીલા કચરામાંથી સેંદ્રિય ખાતર બનાવે છે. તેનાથી તેઓ તો ઑર્ગેનિક ખેતી કરે જ છે, સાથે-સાથે ખાતરનું વેચાણ કરી વધારાની આવક પણ મેળવે છે. આજે ગામની બીજી 12-15 મહિલાઓ પણ તેમની સાથે જોડાઈ બની આત્મનિર્ભર. 👉 આ જોઈ ગામની બીજી 12-15 મહિલાઓ પણ અમારી સાથે જોડાઈ અને તેમને પણ ફાર્મ ફર્સ્ટ મારફતે બે-બે બેડ આપવામાં આવ્યા, અત્યારે આ બધી જ બહેનો સેંદ્રિય ખાતર બનાવવા લાગી છે. 👉 સેંદ્રિય ખાતર કેવી રીતે બનાવો છો તમે? “અમે સૌપ્રથમ બેડમાં છાણનું લેયર બનાવીએ છીએ, ત્યારબાદ તેના પર લીલા લચરાનું લેયર બનાવીએ છીએ, જેમાં વેલા, લીલુ ઘાસ વગેરેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ફરીથી છાણનું લેયર કરવામાં આવે છે અને તેના પર ફરીથી લીલા લચરાનું લેયર કરવામાં આવે છે. આ રીતે બેડ ભર્યા બાદ ઉપર અળસિયાં નાખવામાં આવે છે, જે ધીરે-ધીરે અંદર જતાં રહે છે. અને ત્યારબાદ ઉપર શણના કોથળા ઢાંકવામાં આવે છે. પહેલીવાર તો અળસિયાં મફતમાં આપ્યાં હતું, અને ખાતર બન્યા બાદ તેને ચાળી લેવાથી તે અળસિયાં ફરીથી કામ લાગે છે, પરંતુ જો બેડ વધારવા હોય તો, તેના માટે અમે અળસિયાં ખરીદીને લાવીએ છીએ.” 👉 આ માટે ઊંચાણવાળી જગ્યા પસંદ કરવામાં આવે છે, જ્યાં પાણી ભરાતું ન હોય અને ઉપર શેડ બનાવવામાં આવે છે.. ત્યારબાદ અંદર સેંદ્રિય ખાતરનો બેડ બનાવ્યા બાદ અંતર માટી અને કાંકરાનું લેયર કર્યા બાદ છાણ અને લીલા કચરાનાં લેયર બનાવવામાં આવે છે. આ બેડને એકવાર બનાવ્યા બાદ રોજ ખાસ વધારે મહેનત કરવાની જરૂર નથી પડતી. બસ નિયમિત આમાં જરૂર પૂરતું પાણી જ છાંટવાનું રહે છે. 👉 અત્યારે હેમલત્તાબેનના ઘરે કુલ 13 બેડ છે. એક બેડમાં ખાતર બનતાં લગભગ 2 મહિનાનો સમય લાગે છે. આ ખાતર બની ગયા બાદ તેઓ તેમના ખેતરમાં તો ઉપયોગ કરે જ છે, સાથે-સાથે ગામના અને આસપાસના ગામના ખેડૂતો પણ તેમની પાસે ખાતર ખરીદવા માટે આવે છે. આ માટે તેઓ ખાતર બની જાય ત્યારબાદ 50 કિલોની બેગ જાતે જ તૈયાર કરે છે અને એક બેગ 250 રૂપિયાના ભાવે વેચે છે. તેમને એક બેડમાંથી 20-22 બેગ જેટલું ખાતર મળી રહે છે. એટલે એક બેડમાંથી દર બે મહિને તેમને લગભગ 3000 રૂપિયાની વધારાની આવક મળી રહે છે. તેઓ આ કામ આખા વર્ષ દરમિયાન કરતાં રહે છે. 👉 બીજાં એક મહિલા ઈલાબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, “મારી પાસે 3 બેડ છે. હું છેલ્લા ત્રણ વર્ષથી સેંદ્રિય ખાતર બનાવું છું. તેનાથી મારા ખેતરના ઉત્પાદનમાં તો વધારો થયો જ છે સાથે-સાથે ગુણવત્તામાં પણ સુધારો થયો છે. આ ઉપરાંત ત્રણ વર્ષમાં 50 હજાર કરતાં પણ વધુ રકમના ખાતરનું વેચાણ પણ કર્યું છે મેં.” 👉 અત્યારે હાંસાપુર ગામની દરેક મહિલા વર્ષે 25-30 હજાર રૂપિયાનું ખાતર ઘરના ઉપયોગ બાદ વેચે છે. આ માટે તેઓ ઘરની પાછળની જગ્યામાં પણ કિચન ગાર્ડનિંગ કરે છે. જેથી તમને આખા વર્ષ દરમિયાન ઘર માટે ભાગ્યે જ શાકભાજી ખરીદવાની જરૂર પડે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ધ બેટર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
17
2
અન્ય લેખો